Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

રાજસ્થાનની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સરે સતત ટ્રોલિંગથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને ઓનલાઈન ઉત્પીડનના વધતા કેસોની વચ્ચે જોધપુરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર અનીતા બિશ્નોઈએ ઓનલાઈન ટ્રોલિંગથી દુખી થઈને ઝેર પી લીધું. જે બાદ ગંભીર હાલતમાં તેને એમડીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે સતત સોશિયલ મીડિયા ટ્રોલિંગ, વાંધાજનક ટિપ્પણીઓ અને કથિત ધમકીભર્યા મેસેજના કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતી.

અનીતાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં સતત નાના થઈ રહેલા મહિલાઓના કપડાં પર તેમણે ટિપ્પણી કરી હતી અને 'કપડે હો ગયે છોટે, શર્મ કહાં સે આએ, રોટી હો ગઈ બ્રેડ તો તાકાત કહાં સે આયે, ફુલ હો ગયે પ્લાસ્ટિક કે તો ખુશ્બૂ કહાં સે આયે, ચહેરા હો ગયા મેકઅપ કા તો સાદગી કહાં સે આયે ઔર ખાના હો ગયા હોટલ કા તો સ્વાદ કહાં સે આયે?'

ત્યાર બાદ અનીતા સતત સોશિયલ મીડિયા પર મહિલા ઇન્ફ્લૂએન્સર્સના ટાર્ગેટ પર આવી ગઈ. આ દરમ્યાન પુરુષો પણ તેને ટ્રોલ કરવા લાગ્યા. સતત ટ્રોલર્સના જવાબ આપતા આપતા થાકી ગઈ. આખરે તેણે હાર માની લીધી અને આજે ઝેરી દવા પી લીધી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati