Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાંદરડા તળાવ પાસે જૂના ઝઘડાનો ખાર રાખી રિક્ષાચાલક ઉપર હુમલો

રાંદરડા તળાવ પાસે જૂના ઝઘડાનો ખાર રાખી રિક્ષાચાલક ઉપર હુમલો

હેરના સામાકાંઠે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો રિક્ષા ચાલક યુવાન રાંદરડા તળાવ નજીક મિત્રના ઘરે બેસવા ગયો હતો. ત્યારે જૂના ઝઘડાનો રાખ રાખી અહી કેમ આવ્યો તેમ કહી બે શખ્સોએ ઇંટ અને તિક્ષણ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતો રિક્ષા ચાલક વિજય દિનેશભાઇ રાઠોડ (ઉ.વ.25)નામનો યુવાન રાંદરડા તળાવ પાસે રહેતા તેના મિત્ર નરેશ ચુડાસમાના ઘરે બેસવા ગયો હતો.

ત્યારે તે વિસ્તારમાં રહેતા મનુભાઇ અને તેની સાથેના શખ્સોએ અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી અહી કેમ આવ્યો તેમ કહી ઝઘડો કરી ઇંટ અને તિક્ષણ હથિયાર વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati