Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સંસદ પરિસરમાં સનાતન ધર્મનું અપમાન કરનારા નેતાઓ સામે સંતો મેદાને

સંસદ પરિસરમાં સનાતન ધર્મનું અપમાન કરનારા નેતાઓ સામે સંતો મેદાને

ફઆઇઆર નોંધી કઠોર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદન

આજે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશને સનાતન સંત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં હામહિમ રાષ્ટ્રપતિ અને સરકારનું ધ્યાન સંસદ પરિસરમાં તાજેતરમાં ધટેલી અત્યંત નિંદનીય અને સનાતન ધર્મનું અપમાન કરતી કાવતરાખોર ધરના તરફ દોરવા માંગીએ છીએ. તારીખ 31 જુલાઈ 2026ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક આયોજિત પાખડના ભાગરૂૂપે જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર દેશના સનાતન સંત સમાજમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.

આ જ આક્રોશના ભાગરૂૂપે આજે સમગ્ર દેશના તમામ શહેરોની સાથે અમદાવાદમાં પણ સંત સમાજ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને આ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવી રહ્યું છે.

આવેદનપત્રમાં વધુ જણાવ્યું હતું કે આ કૃત્ય દ્વારા કરોડો શ્રદ્ધાળુઓના મનમાં સંતો-મહંતો, આશ્રમ વ્યવસ્થા અને અર્થક સમાજ પ્રત્યે અશ્રદ્ધા ઊભી કરવાનું કાવતરું સવાવામાં આવ્યું છે.અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર સંબંધિત વિષય પર સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ ચાલતી ઉચ્ચસ્તરીય SIT તપાસને ભટકાવવા અને પ્રભાવિત કરવા સંસદમાં આ નાટક રચાયું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત 'શ્રાવણ ઝુલા મહોત્સવ'માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી, સંતોને માનસિક ત્રાસ આપવા સાથે આશ્રમોની દાન-સમર્પણ વ્યવસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. રાજકીય રોટલા શેકવા માટે સંતોનો પેરવેશ ધારણ કરી, ભગવા વેશઓ અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદર્શન દરમિયાન હાથમાં લીધેલા ભગવાનના ચિત્ર/તસવીરોને પોતાના પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે, જે દ્રશ્યો પ્રસારિત થતાં કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે. સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરી આયોજનબદ્ધ ગુનો કરવા બદલ ઉક્ત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધીને કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati