Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળ

સંસદનું કોકડું ઉકેલવા ર્જિજુ, રાહુલ વચ્ચેની બેઠક નિષ્ફળ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ચાલી રહેલા મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે બેઠક કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને ઓછો કરવાનો અને ગૃહની કાર્યવાહીને સરળતાથી ચલાવવા માટે સર્વસંમતિ સુધી પહોંચવાનો માર્ગ શોધવાનો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સંસદનું સામાન્ય કામકાજ પુન:સ્થાપિત કરવાના ઉપાયો પર વિચારણા કરી. જો કે રાહુલ પરિક્ષાર્થી આંદોલનમાં પેલેટ ગનના ઉપયોગ મામલે અમિત શાહના નિવેદન અને રામમંદિર દાનચોરી મામલે ચર્ચા કરવા અડગ રહ્યા હતા. બાદમાં રિજજ્જુ, ગ્રહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

બીજી તરફ બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષી દળોએ તેમના વિવિધ મુદ્દાઓ પર હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા અને સરકારને તેમની માંગણીઓ પર ચર્ચા કરવાની માંગ કરી. સતત ઘોંઘાટ અને વિક્ષેપના કારણે ગૃહની કાર્યવાહી સામાન્ય રીતે આગળ વધી શકી ન હતી અને સ્પીકરે દરમિયાનગીરી કરવી પડી હતી. પરંતુ વિપક્ષના સભ્યો શાંત ન થતાં ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સરકારે ગૃહને ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે વિપક્ષે તેના મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો. આવી સ્થિતિમાં સંસદનું કામકાજ ફરી એકવાર પ્રભાવિત થતું જોવા મળ્યું.રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય વિપક્ષી સાંસદોએ સંસદના મકર ગેટ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

CJP વિરોધીઓ સામે 'પોલીસ કાર્યવાહી', અયોધ્યા રામ મંદિરના દાનના કથિત દુરુપયોગ અને અન્ય મુદ્દાઓને લઈને 20 જુલાઈએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સપા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું, 'અમે પહેલા પણ કહ્યું છે કે આસ્થા અને લોકોની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલ મામલો ઉઠાવવામાં આવશે, ટી20 પેટ્રોલ એન્જિનને બગાડે છે. માઈલેજ પણ ઓછું મળી રહ્યું છે. સરકારે કોઈ ગાઈડલાઈન આપી નથી. કંપનીએ સ્વીકારવું જોઈએ કે તેઓ E20, E30, 340નો ઉપયોગ કરી શકે છે, સરકાર જે પણ કહે છે. આ લોકો સાથે જોડાયેલો મુદ્દો છે.

સરકાર સીમાંકન બિલ માટે ખાસ સંસદ સત્ર બોલાવી શકે છે
કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત સંબંધિત સુધારા બિલો પસાર કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાનું વિચારી રહી છે. ચાલુ ચોમાસુ સત્ર 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થવાનું છે, પરંતુ તે પછી તરત જ ઔપચારિક રીતે મુલતવી રાખવામાં આવશે નહીં, જેના કારણે જરૂૂર પડ્યે ટૂંકી સૂચના પર ખાસ સત્ર બોલાવી શકાય છે. અહેવાલો સૂચવે છે કે સરકાર આ સુધારા બિલો પસાર કરવા માટે બંને ગૃહોમાં જરૂૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે કામ કરી રહી છે. સૂત્રો સૂચવે છે કે પૂરતા સમર્થનની ખાતરી મળ્યા પછી 17 ઓગસ્ટથી ત્રણ દિવસનું ખાસ સત્ર બોલાવી શકાય છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati