Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું

સાતોદડમાં ખેડૂતે સળગતી મશાલ લઇ શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું

જમીન કપાતમાં ગયા બાદ યોગ્ય વળતરની માગણી ન સ્વિકારાતા પગલું ભર્યું, પોલીસની હાજરીમાં જ બનાવ

જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જમીન વળતરના મુદ્દે ન્યાય ન મળતા એક હતાશ ખેડૂતે સરકારી અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં જ આત્મવિલોપન કરવાનો ગંભીર પ્રયાસ કર્યો હતો. ખેડૂતે એક હાથમાં સળગતી મશાલ અને બીજા હાથમાં કેનમાં જ્વલનશીલ પ્રવાહી લઈ પોતાના શરીર પર છાંટી પોતાને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

જે સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

મળતી વિગતો મુજબ, કાલાવડ-જામકંડોરણા-ધોરાજી હાઇવેના નિર્માણ કાર્ય દરમિયાન સાતોદડ ગામના ખેડૂત રાજભાની કિંમતી જમીન રોડ કપાતમાં ગઈ હતી. નિયમ મુજબ જમીન સંપાદન થયા બાદ ખેડૂતને યોગ્ય વળતર મળી જવું જોઈતું હતું, પરંતુ લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેથી પોતાનો હક મેળવવા માટે પીડિત ખેડૂતે અવારનવાર સરકારી કચેરીઓના ધક્કા ખાધા અને રજૂઆતો કરી, છતાં વહીવટી તંત્રના બહેરા કાને અથડાઈને તેમની માંગણીઓ વણઉકેલાયેલી જ રહી હતી.

સરકારી તંત્રએ કોઈ યોગ્ય કાર્યવાહી ન થવાને કારણે અંતે ત્રસ્ત અને હતાશ બનેલા ખેડૂત રાજભાએ આ આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. ઘટનાસ્થળે જ્યારે અધિકારીઓ અને પોલીસ હાજર હતા, ત્યારે જ ખેડૂતે પોતાના હાથમાં જ્વલનશીલ પ્રવાહીનું કેન અને સળગતી મશાલ પકડીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતનું આ રૌદ્ર સ્વરૂૂપ જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અધિકારીઓમાં ભારે નાસભાગ અને હડકંપ મચી ગયો હતો.

ખેડૂતોની સરકાર અને સંબંધિત તંત્ર પાસે માંગ
1. સાતોદળ ગામના ખેડૂતને તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે.
2. ખેડૂતની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવે.
3. જમીન સંપાદન પ્રક્રિયામાં પારદર્શકતા અને ખેડૂતોની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે.
4. ખેડૂતો પર થતો અન્યાય અને દબાણ બંધ કરવામાં આવે.
5. ખેડૂત આત્મહત્યા અને આત્મવિલોપનની પરિસ્થિતિ ઉભી ના થાય તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati