Saturday, 28 Mar, 10.09 am ગુજરાત મિરર

હોમ
સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીને મારમારી તગેડી મુકાયા

હોસ્પિટલના ફૂટપાથ ઉપર રહેલા દર્દીના પરિવારને સિક્યોરિટીમેને લાકડીથી મારમાર્યો

રાજકોટ તા,28
કોરોનાએ હાલમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની હબ ગણાતી સિવિલ હોસ્પિટલમાં માત્ર ઈમરજન્સી દર્દી સિવાયના સામાન્ય કેસમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવે છે ત્યારે હોસ્પિટલતંત્રની માનવતા મરી પરવારી હોય તેમ લોકડાઉન ઘરે પરત ફરવામા મુશ્કેલી પડે છે ત્યારે હોસ્પિટલમાં રાત્રીના ફુટપાટ ઉપર સુતેલા દર્દી અને તેમના સગા મળી પંદરેક લોકોને સિકયુરીટી ગાર્ડે લાકડી વડે માર મારી જામનગર રોડ ઉપર તગેડી મુકવામાં આવ્યા હતા. જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની હતી.
સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો વ્યક્તિઓ સારવાર માટે આપી રહ્યા છે ત્યારે કોરોનાને પગલે સમગ્ર દેશ લોકડાઉન કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર ઈમરજન્સી દર્દીના બદલે સામાન્ય દર્દીને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવે છે ત્યારે રજા આપવામાં આવતા દર્દીઓને લોકડાઉનના પગલે વાહન વ્યવહાર ઠપ થઈ જતા ઘરે પરત ફરવામા મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હોસ્પિટલતંત્રની માનવતા મરી પરવારી હોય તેમ છેલ્લા લાંબા સમયથી સિકયુરિટી ગાર્ડ દ્વારા દર્દીઓ અને સબંધીઓ બોક્સ : સપ્તાહમાં સિક્યુરિટીની દાદાગીરીનો બીજો કિસ્સો : આપના મહામંત્રીને માર માર્યાની ફરિયાદ નોંધાઈથતી
શહેરના કોઠારીયા રોડ ઉપર હુડકો ક્વાર્ટરમાં રહેતા અને આમ આદમી પાર્ટીમાં મહામંત્રી તરીકે સમાજ લોકસેવા કરતા કિશનભાઇ કિરીટભાઈ રાઠોડ નામના દરજી યુવાને એમ જે સિક્યુરીટી સર્વિસમાં ફરજ બજાવતા એ ડી જાડેજા, ઝાલા અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગત 20 તારીખે પોતાની કાર લઈને સેવાકાર્ય માટે હોસ્પિટલે ગયો હતો અને કાર પાર્ક કરી ત્યારે આ ત્રણેય શખ્સોએ કાર અહીંયાથી લઇ લે તેમ કહી ગાળો ભાંડી ધક્કો મરી પછાડી દીધો હતો અને મોબાઈલ પણ તોડી નાખ્યોથતો અને ફડાકા મારી દીધા હતા એક સપ્તાહમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો બીજો કિસ્સો સામે આવ્યો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati
Top