Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકા

સોની બજારમાં કારખાનું ભડકે બળ્યું, 2 LPG સિલિન્ડર બ્લાસ્ટ થતા મધરાત્રે ધડાકા

ગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર બ્રિગેડની પાંચ ટીમો દોડી ગઈ : બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો : 10 થી 12 લાખનું નુકસાન

શહેરના સોની બજારમાં ગત મોડીરાત્રે દિયા ગોલ્ડ પોલિશિંગ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા કારખાનુ ભડકે બળ્યું હતું. દરમિયાન આગના લીધે કારખાનામાં રહેલા બે એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતાં ધડાકાના લીધે દોડધામ મચી જવા પામી હતી.

બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની પાંચ ટીમોએ ઘટના સ્થળે દોડી જઈ બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે અંદર ચાર જેટલા માણસો ફસાયેલા હોય તેનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જો કે સદનશીબે આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ પોલિશિંગ કારખાનામાં રહેલી મશીનરી અને અન્ય સામાન બળીને ખાક થઈ જતાં અંદાજે 10 થી 12 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. એ.સી.માં શોર્ટસર્કીટ થતાં આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ સોની બજાર દેરાસરવાળી શેરી, યુનિયન બેંક પેરા ગલીમાં આવેલ 'દિયા ગોલ્ડ પોલિશિંગ' નામના કારખાનામાં ગતરાત્રે એકાએક આગ લાગી હતી. બનાવની જાણ થતાની સાથે જ નાગરિક બેંક ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે પહોંચતા આગ બીજા માળ તથા ત્રીજા માળમાં લાગી હતી અને આગ એ વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. તેમજ બે એલપીજી સિલિન્ડર પણ બ્લાસ્ટ થતા જોરદાર ધડાકા થયા હતાં. જેના લીધે આસપાસના લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. આ આગ લાગી હતી તે દરમ્યાન પ્રથમ મળે 3 લોકો બેઠા હતા ત્યારે બીજા માળે બ્લાસ્ટ થયેલ. ત્રીજા માળે જ્યાં આગ લાગી હતી ત્યાં એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો. સમયચૂકતા દર્શાવી તે બહાર નીકળી ગયો હતો.

આગમાં પોલીસિંગ મશીન, અલ્ટ્રાસોનિક મશીન, વાઇબ્રેટર ડ્રમ તથા ફર્નિચર, કઙૠ બ્લાસ્ટના કારણે મકાનની છત તેમજ પતરાનું બાંધકામ હોવાને કારણે તમામ ઇલેક્ટ્રિક વાયરીંગ તથા ઇલેક્ટ્રિક કાંટા સહિતની વસ્તુઓને નુકશાન થયેલ.

આ તકે માલિક સંજયભાઈ ભુવા હાજર રહ્યા હતા. કુલ 5 ફાયર વિભાગની ટીમ દ્વારા 3 કલાકથી વધુનું સમય પાણીનો મારો ચલાવી સંપૂર્ણ આગ પર કાબુ મેળવ્યો હતો. એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. આગમાં અંદાજે 10 થી 12 લાખનું નુકસાન થયાનું કારખાનેદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આગ અને ધડાકાના અવાજોને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં બે સિલિન્ડર બ્લાસ્ટ થયા હતાં. જ્યારે એક સિલિન્ડરને ફાયર વિભાગે સમયસુચકતા વાપરી સુરક્ષીત બહાર કાઢી લીધો હતો.

સાવચેતીના ભાગરૂૂપે બે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. ઈદની રજાને કારણે કારખાનામાં સ્ટાફની સંખ્યા ઓછી હતી અને આગ લાગતાં જ કર્મચારીઓ નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું.

સોની બજાર ગીચ વિસ્તાર હોવાથી ફાયર ફાઈટર ઘટના સ્થળ સુધી પહોંચી શકયું નહીં
પ્રાથમિક માહિતી મુજબ કારખાનામાં લગાવવામાં આવેલા એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. કારખાનું સાકડી શેરીમાં આવેલુ હોવાથી ગીચ વિસ્તારનાં કારણે ફાયર ફાઇટર સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું અને દુર રસ્તા પર પાર્ક કરી કાર્યવાહી કરી હતી. આ ઘટનાને લઈ ચીફ ફાયર ઓફિસર અમીત દવે, ડેપ્યુટી.ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા, મુબારકભાઈ જુણેજા, એસ.ઓ.સંજયભાઈ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati