Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયો

ઉનાના ચીખલી ગામે હત્યા કેસ કલાકોમાં ઉકેલાયો

પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા, દીવમાં દારૂ પકડાવાના મનદુ:ખમાં મોટરસાઇકલ પર આવી યુવકની ઘાતકી હત્યા કરી હતી: LCB, SOG સહિતની ટીમોના ટેક્નિકલ સર્વેલન્સથી સફળ ઓપરેશન, એક સગીર પણ ડિટેઇન

નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હદના ચીખલી ગામે તા. 01/જુન/ ના રોજ થયેલી અક્ષયભાઈ મોહનભાઈ ની સનસનાટીભરી હત્યાનાગુનાનો ગીરસોમનાથપોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આશરે એક માસ પહેલા ચીખલી ગામના વિજયભાઈ રામસીભાઈ ચુડાસમાનો દીવમાં દારૂૂ પકડાયો હતો. મરણજનાર અક્ષયભાઈ મોહનભાઈ વિજયભાઈ સાથે રહેતોહોવાથી આ બાબતે અક્ષય તથા કેતનભાઈ નાનજીભાઈ ભાલીયા અને સુનીલભાઈ માધાભાઈ બારીયા વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ જૂના મનદુ:ખનો ખાર રાખી ત્રણેય આરોપીઓ મોટરસાયકલ પર આવ્યા હતા. અક્ષયભાઈને રોકી બોલાચાલી કરી છાતીના ભાગે તથા જમણા હાથના બાવડા ઉપર તીક્ષ્‍ણ હથિયાર વડે ઘા ઝીંક્યા હતા. સાથે લોખંડના પાઇપથી આડેધડ માર મારી ગંભીર જીવલેણ ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા.આ અંગે નવાબંદર મરીન પો.સ્ટે.મા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54 તથા જી.પી.એક્ટ ક. 135* મુજબ ગુનો નોંધાયો હતો.

એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્ક્વોડ તથા નવાબંદર મરીન પો.સ્ટે.ની અલગ અલગટીમોબનાવાઈ. હતી હ્યુમન સોર્સિસ, ટેકનિકલ એનાલીસીસ તથા સી. સી.ટી.વી ફૂટેજની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને શોધી કાઢ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ કેતનભાઈ નાનજીભાઈ ભાલીયા, રહે. કોબસુનીલભાઈ માધાભાઈ બારીયા, રહે. કોબ, કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ને હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સમગ્ર ઓપરેશન પીઆઈ એસ.વી. રાજપુત, એલ.સી.બી. ગીર સોમનાથ, પીએસઆઈ જે.જે. પરમાર, નવાબંદર મરીન,પીઆઈ એ.સી. સિંઘવ, એલ.સી.બી. પીએસઆઈ એચ.એલ. જેબલીયા, એલ.સી.બી. પીએસઆઈ એ.બી. ગોહીલ, પેરોલ ફર્લો સ્ક્વોડ સહિતના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati