Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિંછીયા પંથકમાંથી વધુ રૂા.7.70 લાખનો ગાંજો ઝડપાયો

વિંછીયા પંથકમાંથી વધુ રૂા.7.70 લાખનો ગાંજો ઝડપાયો

રાજકોટ જિલ્લાના સતત બીજા દિવસે વિંછીયા પંથકમાં નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વાવેતર સામે પોલીસે દરોડા પાડ્યા હતા. વિંછીયાના નાના માત્રા ગામે રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી કપાસના વાવેતરની વચ્ચે છૂપી રીતે ઉગાડવામાં આવેલા માદક પદાર્થ ગાંજાના લીલા છોડનો મોટો જથ્થો પડકી પાડ્યો હતો, પોલીસે સ્થળ પરથી રૂૂ.7.70 લાખની કિંમતના ગાંજાના 39 છોડ કબજે કરી ખેડૂતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુબજ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાર્કોટિક્સ ને લગતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફ દ્વારા બાતમીને આધારે નાના માત્રા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.
લખમણ દાનાભાઈ ગરાંભડીયાની નાના માત્રા ગામની ઉગમણી સીમના સીમાડે આવેલા 'ખોડીયાર વાળા' તરીકે ઓળખાતા ખેતરમાં તપાસ હાથ ધરી હતી. આ ખેતરમાં મુખ્ય પાક તરીકે કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની નજરથી બચવા માટે કપાસના છોડની વચ્ચે આરોપીએ ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાના છોડ ઉગાડી તેની માવજત કરી હતી.

પોલીસે ખેતરમાંથી મૂળિયા સહિતના નાના-મોટા કુલ 39 લીલા છોડ કબજે કર્યા હતા.
કબજે કરાયેલા ગાંજાના છોડનું કુલ વજન 15 કિલો 400 ગ્રામ થયું હતું, જેની બજાર કિંમત રૂૂ.7.70 લાખ આંકવામાં આવી છે. પોલીસે ખેડૂત લખમણ દાનાભાઈ ગરાંભડીયાને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઓપરેશનમાં પી.એસ.આઈ. બી.સી. મિયાત્રા અને એ.સી. ડામોરની સાથે સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજુભાઈ પઢેરીયા, અતુલભાઈ ડાભી, દિવ્યેશભાઈ સુવા, નિકુલભાઈ પંપાણીયા, રવીરાજસિંહ વાળા, હિતેષભાઈ જોગરાણા, ડ્રાઈવર ગોવીંદભાઈ રબારી તેમજ વિંછીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા. હાલ આરોપી વિરુદ્ધ વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી, તે આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવ્યો હતો અને કોને વેચવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati