Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

વીરપુરના ખંડણીની ગુનામાં રાજકોટમા ચેક કબજે કરવા આવેલી જેતપુર પોલીસને આરોપીના મકાનમાંથી દારૂ મળ્યો

બેડરૂમના કબાટની તલાશી લીધી તેમાંથી દારૂ મળી આવતા પોલીસમાં ગુનો નોંધાયો

શહેરના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં શખ્સ વિરૂધ્ધ વિરપુર પોલીસમાં ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો હોઇ જેતપુર સીટી પોલીસ આ આરોપીના રાજકોટના ઘરે તપાસ માટે આવી ત્યારે બેડરૂમના કબાટમાંથી વોડકાની એક આખી બોટલ તથા બે બોટલમાં થોડો થોડો દારૂ હતો તે મળી આવતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

આ બનાવમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશનના કોન્સ. અમિતભાઈ રક્ષિકભાઈ સિધ્ધપરાની ફરિયાદ પરથી વૈશાલીનગર-7 ગાયત્રી મંદિર સામે રહેતાં પરાગ અનિલભાઈ સોલંકી વિરૂધ્ધ દારૂનો ગુનો દાખલ કરાયો છે.
ફરિયાદની વિગત મુજબ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમિતભાઈ રસિકભાઈ સિદ્ધપરા, કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડ અને મહિલા કોન્સ્ટેબલ અસ્મિતાબેન મકવાણા સહિતનો કાફલો વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને ધમકીના કેસની તપાસમાં રાજકોટ આવ્યો હતો. આ કેસના આરોપી પરાગ અનિલભાઈ સોલંકીએ ફરિયાદી જીજ્ઞાબેન સુધીરભાઈ નિમાવતના બેંકના ચેકો પોતાના ઘરે છુપાવી રાખ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. ગુનાના કામે આ ચેક રિકવર કરવા માટે પોલીસ રાજકોટ પહોંચી મકાનમાં તપાસ શરૂૂ કરી હતી. આ વખતે પરાગ સોલંકી ઘરે હાજર ન હતો, પરંતુ તેના પત્નિ ઉર્મિલાબેન હાજર હતાં. પોલીસે તેમને સાથે રાખીને જ્યારે બેડરૂમના કબાટની તલાશી લીધી ત્યારે ચેકને બદલે અંદરથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂૂની બોટલો મળી આવી હતી.

પોલીસે એબ્સોલ્યુટ વોડકાની રૂા. 2000ની એક બોટલ, બકાર્ડી લેમન રમની એક બોટલ જેમાં 100 મીલી જેટલો દારૂ હતો તે તથા બકાર્ડી બ્લેક રમની બોટલ જેમાં 20 એમ દારૂ હતો તે મળતાં ગાંધીગ્રામ પોલીસમાં પરાગ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ઉર્મિલાબેનની પુછતાછ કરતાં તેણીએ પતિ ક્યારેક દારૂ પીવે છે પણ તે બોટલ ક્યાંથી લાવ્યા તેની ખબર નથી તેમ કહ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Mirror Gujarati