Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
આકાશી આફતમાં અમદાવાદ જળબંબાકાર, આવતીકાલે તમામ સ્કૂલોમાં રજા જાહેર

આકાશી આફતમાં અમદાવાદ જળબંબાકાર, આવતીકાલે તમામ સ્કૂલોમાં રજા જાહેર

Gujarat Post 2 days ago
  • નદીમાં પાણીની આવક વધતાં વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યાં
  • થલતેજ મેટ્રો સ્ટેશન નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો

અમદાવાદઃ શહેરમાં અતિભારે વરસાદે ભારે તારાજી કરી નાખી છે. માત્ર 9 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું છે. વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે, જેના પગલે તંત્ર દ્વારા અમદાવાદની તમામ સ્કૂલોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે.

વધુમાં, હવામાન વિભાગ દ્વારા સાંજે 4થી રાત્રે 7 વાગ્યા સુધી શહેર માટે રેડ એલર્ટ પણ આપાવમાં આવ્યું છે.

અમદાવાદની જનતા ત્રાહિમામ, મકરબા અન્ડરપાસમાં ભરાયા પાણી

અવર જવર કરનારા લોકોની મુશ્કેલીઓ વધી

શહેરમાં કલાકોમાં જ 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતી

ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલી ગઇ, ઠેર ઠેર પાણી ભરાયા

બોપલમાં પરિસ્થિતિ અત્યંત વણસી છે. બંગલો અને અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે અને બોપલ જેવા વિવિઘ વિસ્તારોમાં ચારેય તરફ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો, જેમાં પેલેડિયમ મોલ આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ થોડીવાર માટે ફસાયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post