Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકામાં અગ્નિકાંડ: નડિયાદના સુથાર પરિવારના માતા-પિતા અને પુત્રી સહિત 3 લોકોનાં મોત

અમેરિકામાં અગ્નિકાંડ: નડિયાદના સુથાર પરિવારના માતા-પિતા અને પુત્રી સહિત 3 લોકોનાં મોત

Gujarat Post 1 week ago
  • આગના કારણે પરિવારને બહાર જ નીકળવાનો મોકો ન મળ્યો
  • અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં શોકનો માહોલ

નડિયાદ: અમેરિકાથી એક કરૂણ સમાચાર સામે આવ્યાં છે. મૂળ નડિયાદના વતની અને હાલ અમેરિકાના વુસ્ટર ખાતે રહેતા એક જ સુથાર પરિવારના ત્રણ સભ્યોના આગ દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે. આ ભયાનક અકસ્માતમાં આખો પરિવાર હોમાઈ જતાં નડિયાદમાં રહેતા તેમના સ્નેહીજનો અને પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ નડિયાદના હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન સુથાર અને તેમની દીકરી ઈશાની સુથાર અમેરિકાના વુસ્ટરમાં આવેલી કોના લોજ નામની મોટેલમાં રહેતા હતા અને ત્યાં જ કામ કરતા હતા. દરમિયાન આ લોજમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે પરિવારને બહાર નીકળવાની તક જ ન મળી અને ત્રણેય લોકો આ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા.

રોજીરોટી કમાવવા અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે અમેરિકા ગયેલા આ પરિવારના એક સાથે ત્રણ સભ્યોના મોતના સમાચાર નડિયાદ પહોંચતા જ વતનમાં રહેતા પરિવારજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાત અને શોકની લહેર છવાઈ ગઈ છે. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં પણ આ ઘટનાને પગલે શોકનો માહોલ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post