(પ્રતિકાત્મક ફોટો)
મુંબઇઃ સેન્ટ્રલ જીએસટી વિભાગના એડિશનલ કમિશનર અને સુપ્રિટેન્ડેન્ડ સહિત ત્રણને રૂપિયા 40 લાખની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યાં છે. રાયગઢ જિલ્લામાં સીજીએસટી ઓફિસના આ અધિકારીઓએ વેપારી પાસે દોઢ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી અને છેલ્લે 40 લાખ રૂપિયા લેવાના નક્કિ કરાયા હતા.
સીબીઆઇએ જ્યારે તેમના નિવાસસ્થાને દરોડા કર્યા તો અહીંથી 90 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 43 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઇ હતી
રાયગઢના CGST ના એડિશનલ કમિશનર વિનય કુમાર કન્હેટી, સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ કુમાર સિન્હા અને ખાનગી વ્યક્તિ નરેન્દ્ર રાજપૂત સામે સીબીઆઇએ સકંજો કસ્યો છે. ખાણ ખનીજનું કામ કરતી કંપનીની રોયલ્ટી મામલે આ રૂપિયા લેવામાં આવ્યાં હતા. હાલમાં સીબીઆઇએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

