Saturday, 19 Sep, 7.55 pm Gujarat Post

નેશનલ
દેશનો ગદ્દાર નીકળ્યો ફ્રિલાન્સ પત્રકાર રાજીવ શર્મા, ચીનને પુરી પાડતો હતો દેશની ગુપ્ત માહિતી

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે લદ્દાખ એસએસી પર વિવાદ ચાલી રહ્યો છે, અને આપણા 20 જવાનો પણ શહીદ થઇ ગયા છે, આ બધાની વચ્ચે દેશમાં રાષ્ટ્રવાદની ચર્ચાઓ વચ્ચે હવે દેશના ગદ્દારો ખુલ્લા પડી રહ્યાં છે. દિલ્હી પોલીસે ફ્રિલાન્સ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી લીધી છે, આ ગદ્દાર દુશ્મન દેશ ચીનને 1000 ડોલરની રકમ પર દેશની ગુપ્ત માહિતી આપતો હતો. તેની સાથે એક ચીની નાગરિક અને નેપાળી નાગરિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અને મોટા પ્રમાણમાં ગુપ્ત દસ્તાવેજો-લેપટોપ જપ્ત કરાયા છે.

14 સપ્ટેમ્બરે ઓફિશિયલ સીક્રેટ એક્ટ મુજબ રાજીવ શર્માની ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગદ્દાર 2016થી દુશ્મન દેશ ચીનને માહિતી આપતો હતો. તે સરહદને લગતી સેનાની માહિતી ચીની સેનાના અધિકારીઓની આપતો હતો અને તે આ અધિકારીઓને મળ્યો પણ હતો. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સ માટે પણ તેને કામ કર્યું છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ તેની પાસેથી વધુ માહિતી મેળવી રહી છે. તેની સાથે અન્ય કોઇ સંકળાયેલું છે કે નહીં તેની ઉંડી તપાસ થઇ રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Post
Top