Fact Check: જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના વિરોધ સાથે સંબંધિત બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પહેલા વીડિયોમાં યુવક ભાજપ નેતાનો પુત્ર હોવાનો દાવો છે. બીજા વીડિયોમાં, ઉત્તર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર સોનમ વાંગચુકની ટીકા કરતો હોવાનો દાવો છે. આ વીડિયો વધુ શેર કરવામાં આવી રહ્યાં છે, જેમાં યુવાન પોતાના જ પિતાની ટીકા કરતો જોવા મળે છે.
આ યુવાન ઉત્તર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ રાજેશ યાદવનો પુત્ર હોવાનો દાવો છે.
GUJARATPOST ને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે.વીડિયોમાં દેખાતો યુવાન કુણાલ ચૌધરી છે, જે પંજાબના લુધિયાણાનો રહેવાસી છે. કુણાલ ચૌધરી અને ઉપાધ્યક્ષ રાજેશ યાદવે પણ વાતચીતમાં વાયરલ દાવાને નકારી કાઢ્યો છે, એકબીજાને ઓળખવાનો ઇનકાર કર્યો છે.
NEET પેપર લીક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જંતર મંતર ખાતે 37 દિવસના CJP વિરોધ પ્રદર્શનમાં દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન, કેટલાક BJP નેતાઓના સંતાનોએ પણ વિરોધ પ્રદર્શનને ટેકો આપ્યો હોવાના અહેવાલો બહાર આવ્યાં હતા. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તેને લગતા અનેક ખોટા વીડિયો હજુ પણ શેર થઇ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર શું વાયરલ થઈ રહ્યું છે ?
વાયરલ વીડિયોની પહેલી ક્લિપમાં યુવાન સોનમ વાંગચુકની ટીકા કરતા જોવા મળે છે, કહે છે કે તે ચીની એજન્ટ છે. બીજી ક્લિપમાં યુવક, પોતાને ભાજપ નેતાના પુત્ર તરીકે ઓળખાવે છે. કહે છે, મેં મારું ઘર છોડી દીધું છે, મારા પિતા ભાજપ નેતા છે, અને હું પોતે RSS સભ્ય છું. પછી તે વિરોધ પ્રદર્શનને સમર્થન આપે છે, કહે છે, રાજકારણીઓ સૌથી મોટા ચોર છે.
તપાસમાં શું બહાર આવ્યું ?
GUJARATPOSTફેક્ટ ચેકની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો અન્ય કોઇ યુવાનનો છે, ઇન્સ્ટાગ્રામ યુઝર ઝુબૈર (ઝુબૈર) ના એકાઉન્ટ પર વિરોધ કરી રહેલા યુવકનો વીડિયો મળ્યો, જે 15 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અમને જાણવા મળ્યું કે ઝુબૈર CJP વિરોધ પ્રદર્શન દરમિયાન તે રિપોર્ટિંગ કરી રહ્યો હતો. વાયરલ વીડિયોમાં દેખાતો યુવક ભાજપ નેતા રાજેશ યાદવનો પુત્ર નથી.
ઝુબૈરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાયરલ થયેલા યુવકના અન્ય વીડિયો અને ફોટા પણ પોસ્ટ કરવામાં આવ્યાં છે. આ પોસ્ટમાં યુવકના ઇન્સ્ટાગ્રામ આઈડી, @kunalchoudharyx23 નો પણ ઉલ્લેખ છે. અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતા યુવકે મીડિયા ચેનલો સાથેની વાતચીતમાં પોતાનું નામ કુણાલ જણાવ્યું છે અને તે પંજાબના લુધિયાણાનો રહેવાસી છે. કુણાલ ચૌધરી અને રાજેશ યાદવે આ દાવાને નકારી કાઢ્યાં છે.
વાયરલ દાવા વિશે યુવક કુણાલ ચૌધરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હું તેને ઓળખતો પણ નથી. હું પંજાબના લુધિયાણાનો છું. ઉત્તર પ્રદેશમાં ભાજપના ઉપાધ્યક્ષ રાજેશ યાદવે પણ કહ્યું કે આ મારો દીકરો નથી. હું તે યુવાનને ઓળખતો નથી.

