ગુજરાત
ગ્રોફર્સના નામે યુવતી સાથે રુપિયા 50 હજારની છેતરપિંડી

અમદાવાદઃ શહેરના નારોલ (narol) વિસ્તારમાં આવેલા આકૃતિ આંગન રેસીડન્સીમાં રહેતી 25 વર્ષીય અનામિકા સત્યનારાયણસિંગ નામની યુવતી સાથે ગ્રોફર્સના( grofers) નામે ગુગલ પે (google pay)થી નહીં ચુકવાયેલા નાણાં પરત આપવાના બહાને ગઠીયાએ રુપિયા 50 હજારની છેતરપિંડી કરી છે. બનાવની વિગત એવી છે કે અનામિકા સત્યાનારાયણ નારોલ સરખેજ હાઇવે પર આવેલી વિનોદ ડેનીમમાં નોકરી કરે છે.ગત 11મી ઓગસ્ટના રોજ તેમણે મોબાઇલ ફોનથી ગ્રોફર્સ નામની મોબાઇલ એપ્લીકેશનથી રુપિયા 5623ની કિંમતનું કરિયાણુ ઓનલાઇન મંગાવવા માટે ગુગલ પેથી નાણાં ચુકવ્યાં હતા. જો કે ગ્રોફર્સની એપ્લીકેશનમાં તેમને કરિયાણાની ડીલેવરી થઇ ગઇ હોવાનું બતાવવામાં આવ્યું હતુ. જેથી તેમણે ગુગલમાંથી ગ્રોફર્સનો કસ્ટમર કેર નંબર મેળવ્યો હતો.

જેમ્સ નામની વ્યક્તિએ તેમનો ફોન ઉપાડ્યો હત તેણે નાણાં પરત આપવા માટેની વાત કરી હતી, આ માટે તેણે એનીડેસ્ક (any desk)એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે કહ્યું હતુ, જેમાં આવેલો ઓટીપી (OTP) પણ માંગ્યો હતો. જેમાં બે ઓટીપી બાદ કુલ 50 હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા, જેથી ફરીથી જેમ્સને ફોન કરતા તેણે મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. અંતે છેતરપિંડી થયાની શંકા જતા અનામિકાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.જેને આધારે તપાસ શરુ કરવામાં આવી છે.
પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર