Friday, 28 Feb, 1.55 pm Gujarat Post

રાજકારણ
ગૃહમંત્રી ક્યાં ગુમ છે ? દિલ્હી હિંસા પર કોંગ્રેસ બાદ શિવસેનાએ અમિત શાહનો ઘેરાવો કર્યો

મુંબઇઃ દિલ્હીમાં 37 લોકોનાં મોત પછી સ્થિતી હજુ પણ પુરી રીતે કાબૂમાં નથી, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓને પણ છોડ્યાં નથી, 2 પોલીસકર્મીઓની હત્યા કરી નાખવામાં આવી છે, સામાન્ય નાગરિકોની ગટરોમાંથી લાશો મળી રહી છે, જેને લઇને કોંગ્રેસનું એક પ્રતિનિધી મંડળ રાષ્ટ્રપતિને મળ્યું છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ દિલ્હીની સ્થિતી માટે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણાવીને તેમનું રાજીનામું માંગ્યું છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સહયોગી શિવસેનાએ પણ શાહ પર નિશાન સાધ્યું છે.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં દિલ્હીની હિંસાને વખોડી નાખી છે, સાથે જ અમિત શાહના રાજીનામાની વાત કરતા લખ્યું છે કે દિલ્હી સળગી રહી હતી ત્યારે આ બધા અમદાવાદમાં ટ્રમ્પને નમસ્તે નમસ્તે સાહેબ કરવા ગયા હતા, પીએમ મોદી પણ હિંસાના દિવસો પછી લોકોને શાંતિની અપીલ કરી રહ્યાં છે, પરંતુ જે નુકસાન થવાનું હતું તે થઇ ગયું છે, અને ગૃહમંત્રી હવે જોવા પણ મળતા નથી, સામનામાં અમિત શાહની ઝાટકણી કાઢવામાં આવી છે.

ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપનારા દિલ્હી હાઇકોર્ટના જજની કલાકોમાં જ બદલી કરી નાખવામાં આવી છે, આ મામલે પણ શિવસેનાએ ભાજપ પર પ્રહાર કર્યો છે, કહ્યું છે કે ભાજપ સત્ય સાથે ઉભા લોકોને સજા કરી રહી છે ? જો કે ભાજપે બદલીની પ્રક્રિયાને વહીવટી ગણાવીને પોતાનો બચાવ કર્યો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Post
Top