ગુજરાત
LRDના ઉમેદવારોને લઇને સરકારની મહત્વની જાહેરાત, વેઇટિંગ લિસ્ટ 20 ટકા રાખવાનું નક્કિ કરાયું

ગાંધીનગર: લોકરક્ષક દળની પરીક્ષાનું પરીણામ જાહેર થઇ ગયું છે, જો કે હજુ કેટલાક ઉમેદવારોનું પરિણામ બાકી છે, ત્યારે સરકારે તમામ ઉમેદવારોને લઇને મહત્વની જાહેરાત કરી છે, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે કે LRD વેઈટિંગ લિસ્ટ 20 ટકા કરવામાં આવશે, જેથી હવે જો કોઇ ઉમેદવાર નોકરી સ્વીકારશે નહીં તો પાછળના 20 ટકા જેટલા ઉમેદવારોને તેમની જગ્યાએ નોકરી મળશે, અત્યાર સુધી વેઇટિંગ લિસ્ટ નાનું રાખવામાં આવતું હતુ, ફરીથી પરીક્ષા લઇને ભરતી થતી હતી. પરંતુ હવે વેઇટિંગ લિસ્ટ વધારી દેવાતા અનેક ઉમેદવારોને તેનો લાભ મળશે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે અત્યાર સુધી 8135 ઉમેદવારોને લોકરક્ષકના નિમણૂંક પત્રો આપી દેવામાં આવ્યાં છે અને 1578 સામાન્ય વર્ગનાં ઉમેદવારોનાં દસ્તાવેજોની ચકાસણી થઇ રહી છે, તેમને સરકારના વખાણ કરતા કહ્યું કે સરકારે છેલ્લા 5 વર્ષોમાં 1 લાખ લોકોને રોજગારી આપી છે, જેમાં ગૃહવિભાગે પણ છેલ્લા 11 વર્ષમાં 67 હજાર કર્મચારીઓની ભરતી કરી છે. અને આગામી સમયમાં પણ ગૃહખાતામાં 12 હજાર લોકોની ભરતી કરવામાં આવશે.
નોંધનિય છે કે બિન સચિવાલ ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે પ્રદિપસિંહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ ઉમેદવારોની ઉશ્કેરણી કરી રહ્યાં છે, કહ્યું કે સરકારે સમગ્ર મામલે તપાસ માટે સીટની રચના કરી હોવા છંતા આંદોલન ચાલુ રાખવાનો કોઇ મતલબ નથી, બીજી બાજુ કોંગ્રેસની મદદથી ઉમેદવારો હજુ ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યાં છે.