Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ

મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ

Gujarat Post 1 week ago

વી દિલ્હીઃ મેટાના CEO માર્ક ઝુકરબર્ગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવી દેવા બદલ માફી માંગી છે. એક વીડિયો દૂર કરવામાં આવ્યાં બાદ વિવાદ ઊભો થયો હતો. બાદમાં આ વીડિયો ફરી ચાલુ કરી દેવામાં આવ્યો છે.

કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે ટેક જાયન્ટ મેટાની વૈશ્વિક ટીમને સમન્સ પાઠવ્યું હતું. આઈટી સચિવ એસ.

ક્રિષ્નનના જણાવ્યાં અનુસાર, 5 અને 6 ઓગસ્ટે યોજાનારી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા પરથી વીડિયો હટાવી દેવા સહિતના અનેક ગંભીર મુદ્દાઓ પર મેટા પાસેથી વિગતવાર ખુલાસો માંગવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મામલે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતી એક રીલ પોસ્ટ કરી હતી. મેટા દ્વારા આ વીડિયોને કેટલાક સમય માટે પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. મેટાએ આ ઘટના પાછળ ટેકનિકલ ખામી ગણાવીને માફી માંગી છે. અને વીડિયો પુનઃસ્થાપિત કર્યો છે. આઈટી મંત્રાલયે આ સ્પષ્ટતાને અપૂરતી ગણાવી છે. ભાજપે માંગ કરી હતી કે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પોતે આ મામલે અંગત રીતે માફી માંગે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post