અમદાવાદઃ અમેરિકી નાગરિકોને છેતરવાના કેસમાં ઇડીએ આજે મોટી કાર્યવાહી કરી છે, હૈદરાબાદના 2023 ના નકલી કોલ સેન્ટર કેસમાં ઇડીએ અગાઉ માસ્ટર માઇન્ડ વિકાસ કુમાર નિમાર ઉર્ફે મીસ્ટીની ધરપકડ કરી હતી અને હવે હૈદરાબાદ ઇડી ઓફિસે તેના પિતાની પણ ધરપકડ કરી લીધી છે. તેમના બેંક એકાઉન્ટમાં પણ મોટા નાણાંકીય વ્યવહારો મળ્યાં હતા અને આ સમગ્ર કૌભાંડમાં એજન્સીએ આ કાર્યવાહી કરી છે.
શું હતો આખો મામલો ?
ઇડીની તપાસમાં નિમાર અને તેની ગેંગ દેશના વિવિધ શહેરોમાં કાર્યરત સંગઠિત સાયબર છેતરપિંડી નેટવર્કનો માસ્ટર માઇન્ડ હતો, જે ટેકનિકલ સપોર્ટ કર્મચારી તરીકે પોતાને રજૂ કરતો હતો અને અમેરિકન નાગરિકોને જાળમાં ફસાવતો હતો. હજુ કેટલાક આરોપીઓ સામે કાર્યવાહીની શક્યતા છે, અમેરિકન નાગરિકો સાથે કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના કેસમાં આ કાર્યવાહી થઇ છે.
નકલી કોલ સેન્ટરથી હજારો અમેરિકી નાગરિકોને લૂંટી લેવાયા
વિકાસ કુમાર નિમારે નકલી કોલ સેન્ટર ચલાવતો હતો અને તેની ટીમ અમેરિકન નાગરિકોને ફોન કરીને ખોટી રીતે ડોલર પડાવતી હતી. ED એ 2023માં માધાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ને આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, એજન્સીએ શંકાસ્પદ બેંક ખાતાઓ, વિદેશી ભંડોળ ટ્રાન્સફર અને નાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ કરાતા આ મસમોટું કોભાંડ સામે આવ્યું હતુ. કરોડો રૂપિયાની છેતરપિંડીના આ કેસમાં હજુ કેટલાક આરોપીઓ સામે કાર્યવાહી થઇ શકે છે.

