Sunday, 09 Aug, 12.41 pm Gujarat Post

ગુજરાત
PM મોદીએ લોન્ચ કર્યું કૃષિ ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ, ખેતી માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

નવી દિલ્હીઃ વડપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડ રુપિયાની ધિરાણ યોજના શરુ કરી છે. અને પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતાઓમાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે.મોદીએ દેશવાસીઓને બલરામ જયંતિ, હળછઠ અને દાઉ જન્મોત્સવની શુભકામનાઓ આપી જણાવ્યું કે એક લાખ કરોડ રુપિયાની ધિરાણ યોજનાથી લાખો ખેડૂતોને મોટો લાભ મળશે.

જુલાઈમાં કૃષિ માળખાકિય સુવિધાને લઈને સરકારને ધિરાણનું વિસ્તરણ કરવા માટે એક લાખ કરોડ રૃપિયાની કૃષિ ફન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું 'દરેક દેશવાસીઓને ખાસ કરની ખેડૂતો ભાઈ-બહેનોને બલરામ જયંતિ, હળછઠ અ દાઉ જન્મોત્સવની શુભકામનાઓ આ ખાસ દિવસ પર એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડ રુપિયાની ધિરાણ યોજનાની શરુઆત.

તેમણે કહ્યું, 'આ કાર્યક્રમ અંતર્ગત 'પીએમ-કિસાન યોજના'' અંતર્ગત સહાયતા રકમનો છઠ્ઠો ભાગપણ બહાર પાડવામાં આવ્યો છે.જેમાં 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,000 કરોડ રુપિયા જમા કરવામાં આવ્યાં છે.

કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ કોરોના વાઈરસની મહામારીને નાથવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલ 20 લાખ કરોડ રુપિયાના પ્રોત્સાહન પેકેજનો હિસ્સો છે. નાણાપ્રધાને જે આર્થિક પેકેજ જાહેર કર્યું છે તેનો ત્રીજો ભાગની ઘોષણા કરતા કહ્યું કે આ રકમનો ઉપયોગ કોલ્ડ સ્ટોરેજ, લલણી પછીના વ્યવસ્થાના રુપમાં કરવામાં આવશે.

કોવિડ-19 પેકેટ હેઠળ એગ્રી ઈન્ફ્રા ફંડ

- 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી ખેડૂતોને 1 લાખ કરોડ રૂપિયા
- રૂપિયા 10 લાખની લોન ઝડપથી આપવામાં આવશે.
- સ્કીમ હેઠળ બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ તરફથી એક લાખ કરોડ રૂપિની લોન
- લાખો ખેડૂતોને સરળતાથી લોન મળશે
- એગ્રી ક્રેડિટ સોસાયટી, ખેડૂતોના સમૂહ, ખેડૂતોના સંગઠનો, એગ્રી એન્ટરપ્રિન્યોર, સ્ટાર્ટઅપ્સ, એગ્રીટેક પ્લેયર્સને ફાયદો
- ચાલુ નાણાંકીય વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે.
- લોન પર વાર્ષિક વ્યાજમાં 3 ટકા છૂટની યોજના ચાલુ રહેશે.

પર સૌથી ઝડપી સમાચાર

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat Post
Top