Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ

રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ

Gujarat Post 4 months ago
  • અમદાવાદમાં પણ મધરાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો
  • અમરેલીના રાજુલામાં સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે 2 ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્ય પર સર્જાયેલી એકથી વધુ વરસાદી સિસ્ટમના કારણે હાલ ચોમાસું જામ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થેયલા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ પડ્યો છે.

અમાદાવાદમાં પણ મોડી રાતે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

ખાંભા સિવાય રાજુલામાં 6.73 ઇંચ, ઉનામાં 6.42 ઇંચ, ગણદેવીમાં 6.38 ઇંચ, મહુવા(ભાવનગર)માં 6.06 ઇંચ, ચીખલીમાં 5.67 ઇંચ, જલાલપોરમાં 4.84 ઇંચ, નવસારીમાં 4.8 ઇંચ, જાફરાબાદમાં 3.9 ઇંચ, સાવરકુંડલામાં 3.54 ઇંચ વરસ્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post