Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તમિલનાડુમાં થલાપતિ વિજયની આંધી, પહેલી જ વખત ચૂંટણીમાં 100 થી વધુ બેઠકો પર કબ્જો

તમિલનાડુમાં થલાપતિ વિજયની આંધી, પહેલી જ વખત ચૂંટણીમાં 100 થી વધુ બેઠકો પર કબ્જો

Gujarat Post 2 weeks ago

મિલનાડુઃ સુપર સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે ચૂંટણી લડીને 100 થી વધુ બેઠકો પર જીત તરફ આગળ વધી રહી છે. અહીં અનેક દાયકાઓથી DMK અને AIADMKનો દબદબો હતો, ત્યાં વિજયની નવી પાર્ટી તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) એ તોફાન મચાવી દીધું છે.

તમિલનાડુની કુલ 234 બેઠકોમાંથી 109 બેઠકો પર આગળ ચાલી રહેલી TVK (તમિઝાગા વેટ્ટ્રી કઝગમ) વિશે પાર્ટીના વડા વિજયની બહેને જણાવ્યું હતું કે, તેઓ એક યુવાન અને ઉર્જાવાન વ્યક્તિ છે, તમિલનાડુમાં દરેક વ્યક્તિ તેમની પાસેથી સૌથી મોટા પરિવર્તનની આશા રાખી રહ્યા છે.

અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તેઓ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.

તેમના છેલ્લા ભાષણમાં તેમણે કહ્યું હતું કે લોકો તેમના પર આટલો વિશ્વાસ કરે છે. ચૂંટણી પહેલા તેઓ જે કંઈ પણ બોલ્યાં છે, તે ચોક્કસપણે પૂરું કરશે તેની ખાતરી રાખજો, આ એક ઘણી મોટી જીત છે. વિજયની પાર્ટીએ ખાસ કરીને યુવાનોને વિશ્વાસમાં લઇને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતુ, હવે અહીં થલાપતિ નવી સરકાર બનાવવા જઇ રહ્યાં છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Gujarat Post