menu
ગુજરાતઅમદાવાદ

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા આગામી વર્ષથી ફેબ્રુઆરીમાં: પરિણામો પણ વહેલા

6 February 2020, 10:22 am

અમદાવાદ,તા. 5 ફેબ્રુઆરી 2020, બુધવાર

ગુજરાત સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો છે ત્યારે વર્ષ ૨૦૨૦-૨૧થી બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે એટલે કે ૨૦૨૧માં બોર્ડની પરીક્ષા માર્ચને બદલે ફેબુ્રઆરીમાં યોજાશે. ગુજરાત બોર્ડ સીબીએસઈ બોર્ડના પગલે પગલે એકેડમિક યર વહેલુ કરી જુનને બદલે એપ્રિલમાં કરવા સાથે હવે બોર્ડની પરીક્ષાઓ પણ વહેલી કરવાનું આયોજન કરી રહી છે.

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ જુનને બદલે એપ્રિલથી જ શરૂ કરી દેવાનો ઠરાવ કરાયો છે.

Loading...

No Internet connection

Link Copied