Tuesday, 22 Aug, 3.24 am ગુજરાત

સુરત
મોટામિયાં દરગાહ રચિત ફાઉન્ડેશને બનાસકાંઠામાં મેડિકલ ટીમ મોકલી

સુરત : તાલુકા મથક માંગરોળ ખાતે કોમી એકતાના દર્શન કરાવતી મોટામિયાં બાવાની દરગાહનાં હાલનાં ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિશ્તી તથા ડો. પીર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે. થોડા સમય પહેલાં રાજ્યનાં બનાસકાંઠા વિસ્તારમાં વ્યાપક પૂરની ઝપેટમાં અનેક ગામો આવી ગયા હતા. પૂર ઉતરી ગયા બાદ રોગચાળો શરૃ થતાં આ ફાઉન્ડેશન દ્વારા એક મેડિકલ ટીમ દવાના જથ્થા સાથે બનાસકાંઠાનાં ધનેરાના બેલિમવાસ, શિવનગર સહિતનાં આસપાસનાં ગામોમાં રવાના કરી આ ગામોનાં બિમાર લોકોની ચકાસણી કરી જરૃરી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ સેવાનો લાભ હિંદુ-મુસ્લિમ સહિત તમામ કોમનાં અંદાજે સાતસો લોકોએ લીધો હતો. હિંદુ-મુસ્લિમ સ્વયંસેવકોએ ભેગા મળીને આ કામગીરી કરી કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. આ મેડિકલ ટીમમાં  ડો. સાબીર પટેલ, ડો.

તારીક કાદરી, ડો. સદ્દામ ઘાંચી, યાસીન માતરિયા, ભીખુભાઈ વસાવા, અવિનાશ વસાવા, મુસ્તાક કાઝી, સિરહાન કડીવાલા વગેરે જોડાયા હતા. સ્થાનિક આગેવાનોએ પણ સાથ-સહકાર આપ્યો હતો.Dailyhunt
Top