Friday, 12 May, 3.23 am ગુજરાત

સુરત
સાયન્સમાં સુરતનો ડંકો : ૧૮૮ વિદ્યાર્થીઓનો એ-૧ ગ્રેડ

  • બોર્ડનું ૮૧.૮૯ ટકા પરિણામ આવતાં વિદ્યાર્થીઓ ખુશ., સુરતનું ૮૬.૭૨ ટકા પરિણામ
  • રાજ્યમાં સૌથી વધુ રેન્કર્સ સુરતે આપ્યા, બીજા ક્રમે રાજકોટ સુરત કરતાં ૧૦૧ રેન્કર્સ પાછળ
  • માત્ર એ-૧ ગ્રેડ જ નહીં, એ-૨ ગ્રેડમાં પણ ૧૧૭૫ વિદ્યાર્થીઓ સાથે સુરત રાજ્યમાં પ્રથમ રહ્યું
  • વરાછા, અડાજણ, કતારગામ અને અમરોલી સહિતના વિસ્તારની શાળા પરિણામમાં ઝળકી

સુરત, તા. ૧૧

સુરત સહિત રાજ્યભરની શાળાઓમાં ગત માર્ચ માસમાં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે ૧૦ કલાકે બોર્ડે જાહેર કર્યુ હતંુ. જેમાં રાજ્યના ૫૮૯ પૈકી સુરતના ૧૮૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઝળક્યા હતા. એટલું જ નહીં, રાજકોટ સુરત કરતાં ૧૦૧ રેન્કર્સ પાછળ રહીને ૮૭ રેન્કર્સ સાથે રાજ્યમાં બીજા ક્રમે રહ્યું હતંુ. ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-૪નું રાજ્યનું ૮૧.૮૯ ટકા પરિણામ રહ્યું હતંુ. તે સામે સુરતનું ૫ ટકા વધુ એટલે કે ૮૬.૯૨ ટકા પરિણામ આવ્યંુ હતંુ. તેમાં આશાદીપ, પી.પી.સવાણી, ભૂલકા ભવન, કૌશલ, સંસ્કાર ભારતી સહિતની શાળાના વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ સાથે સુરતનું ગૌરવ વધાર્યુ હતું.

છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી આવતી પરંપરા પ્રમાણે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડે એક દિવસ પહેલાં જ જાહેરાત કરવાની સાથે જ ગુરુવારે સવારે ૧૦ કલાકે ધોરણ-૧૨ વિજ્ઞાાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર કર્યુ હતંુ. દરમિયાન રાજ્યભરના વિદ્યાર્થીઓએ પરિણામ ઓનલાઇન નિહાળ્યંુ હતંુ. જોકે, એકંદરે પરિણામ સારું આવ્યંુ હોય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને રેન્કર્સમાં ખુશાલી ફેલાઇ ગઇ હતી. રાજ્યભરમાં ૧.૩૮ લાખ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષામાં ૮૧.૮૯ ટકા પરિણામ રહ્યું હતંુ. જ્યારે રેન્કર્સની દૃષ્ટિએ સુરતે ફરી વાર રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા શહેરોને પાછળ રાખી દીધું હતંુ. સુરતમાં ૧૬૩૫૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી ૧૮૮ વિદ્યાર્થીઓના એ-૧ ગ્રેડ, ૧૧૭૫ વિદ્યાર્થીઓનો એ-૨ ગ્રેડ આવ્યો હતો.

૩૧ જિલ્લા કરતાં આશાદીપ, પી.પી.સવાણીમાં રેન્કર્સ વધારે

છેલ્લાં ત્રણ વર્ષમાં સુરતના પરિણામ પર એક નજર કરીએ તો, વરાછા કેન્દ્રની શાળાઓ પૂરપાટ ઝડપે આગળ નીકળી રહી છે. માત્ર સુરત જ નહીં, પરંતુ રાજ્યની પણ અન્ય શાળાઓની સરખામણીએ વરાછા કેન્દ્રની શાળાઓ ખોબેખોબા ભરીને રેન્કર્સ આપી રહ્યા છે. તેમાં પણ આશાદીપ અને પી.પી.સવાણીનો ધો-૧૨ સાયન્સમાં જોવા મળતો દબદબો ચાલુ વર્ષે પણ અકબંધ રહ્યો હતો. ખાસ કરીને આશાદીપ શાળા ફરી વાર કિંગ મેકર સાબિત થઇ હતી. શાળા પ્રમાણે આશાદીપ શાળા રાજ્યમાં અવ્વલ રહી હતી. આશાદીપના ૩૧ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઝળક્યા હતા. રાજ્યના ૩૨ જિલ્લા કરતાં આશાદીપમાં એ-૧ ગ્રેડના વધારે વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. તે સામે અમદાવાદ રૃરલને બાદ કરતાં ૩૧ જિલ્લા કરતાં વધારે રેન્કર્સ સાથે પી.પી.સવાણી બીજા ક્રમે રહી હતી. વળી, સુરતના ૧૮૮ વિદ્યાર્થીઓમાં આ બન્ને શાળાઓનો હિસ્સો ૩૩ ટકાનો નોંધાયો હતો.

સુરતની શાળાઓમાં એ-૧ ગ્રેડ સાથે ઝળકેલા વિદ્યાર્થીઓ

શાળા A-૧

આશાદીપ સાયન્સ ભવન ૩૧

પી.પી.સવાણી, હીરાબાગ ૨૪

કૌશલ વિદ્યાલય ૧૧

ભૂલકા ભવન ૧૧

મૌની સ્કૂલ ૧૧

સંસ્કાર ભારતી વિદ્યાલય ૦૯

પી.પી.સવાણી અબ્રામા ૦૭

જય અંબે સ્કૂલ ૦૭

ટી એન્ડ ટી.વી. નાનપુરા ૦૬

સ્વામિનારાયણ ગુરુકુળ ૦૫

આઇ.એન.ટેકરાવાલા ૦૪

વસિષ્ઠ વિદ્યાલય ૦૪

સદ્ભાવના વિદ્યાલય ૦૪

ભૂલકા વિહાર ૦૩

લુડ્ઝ કોન્વેન્ટ ૦૩

એક્સપરિમેન્ટલ ૦૩

પ્રોપ્રાઇટરી ૦૩

ગજેરા સ્કૂલ ૦૨

બચકાનીવાલા સ્કૂલ ૦૨

એલ.પી.સવાણી સ્કૂલ ૦૨

ભગવતી વિદ્યાલય ૦૨

ઉમરીગર સ્કૂલ ૦૧

સનગ્રેસ સ્કૂલ ૦૧

એક રૃમ-રસોડાના ઘરમાં રહેતી કિંજલ સોલંકીનો એ-૧ ગ્રેડ

સુરતની આશાદીપ વિદ્યાલયમાં ભણતી અને એક રૃમ-રસોડાના ઘરમાં રહેતી સોલંકી કિંજલે એ-૧ ગ્રેડ મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે. કિંજલના ૫૦૦માંથી ૪૬૧ માર્ક્સ સાથે ૯૩.૬૦ ટકા આવ્યા હતા. મૂળ બાવળા તાલુકાની કિંજલના પિતા પ્રતાપભાઇ હીરા ઘસે છે. વરાછામાં હરિકુંજ સોસાયટીમાં કિંજલનું એક રૃમ-રસોડાનું, છાપરાવાળું અને કોઇ હાઇફાઇ ભૌતિક સુવિધા વિનાનું ઘર છે. પિતાની આવક ઓછી હોય પરિવારમાં ઘણી વાર એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઇ છે. પરિવારજનોના આ સંઘર્ષ વચ્ચે કિંજલે એ-૧ ગ્રેડ મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. કિંજલના જણાવ્યા મુજબ, મારી સફળતા પરિવારજનોને અર્પણ કરું છું. નબળી આર્િથક સ્થિતિ હોવા છતાં પરિવારજનોેના સપોર્ટથી એ-૧ ગ્રેડ લાવવામાં સફળ રહી છું. આ સિવાય શાળામાં ફી માફી હોવાને કારણે વધારાનું કોઇ બર્ડન આવ્યું ન હતંુ. હવે એમબીબીએસ કરવાની ખેવના છે.

ટાર્ગેટ પ્રમાણે કરેલી મહેનત રંગ લાવી

બોર્ડમાં ૯૫ ટકા સાથે એ-૧ ગ્રેડ આવ્યો છે. ધોરણ-૧૧ની શરૃઆત સાથે જ ટાર્ગેટ પ્રમાણે મહેનત કરી હતી. રિવિઝન કરવામાં કોઇ કચાશ બાકી રાખી ન હતી. શાળામાં ચાલતા કોર્સનું રોજેરોજનું રિવિઝન કર્યુ હતંુ. હવે એમબીબીએસ કરવું છે. જોકે, નીટમાં પ્રો-રેટા હોવું જ જોઇએ એવું મારું માનવું છે. નહિતર યુપી-બિહારના વિદ્યાર્થીઓનો પગપેસારો થઇ જશે અને ગુજરાત બોર્ડનું મૂલ્ય નાબૂદ થઇ જશે.

- મોદી હર્ષલ (ટોપર, વસિષ્ઠ સ્કૂલ)

એ-૧ ગ્રેડ આવ્યો, હવે IITનો ટાર્ગેટ છે

ધોરણ-૧૦ બોર્ડના પરિણામ બાદ ૧૨ સાયન્સમાં પણ એ-૧ ગ્રેડનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. તે માટે ટાઇમ મેનેજમેન્ટ અને રોજેરોજનું રિવિઝન કર્યુ હતંુ. છેલ્લા છ મહિનામાં તો રિવિઝનના કલાકમાં વધારો કરી દીધો હતો. હવે એ-૧ ગ્રેડનો ગોલ અચિવ થઇ ગયો છે. જોકે, હવે આઇઆઇટીનો ટાર્ગેટ રાખ્યો છે. તે માટે જેઇઇ એડવાન્સની તૈયારી ચાલુ છે. બોર્ડમાં ૯૫ ટકા સાથે સફળતા હાંસલ કરી છે.

  • યશ મીઠાઇવાલા (ટોપર, સંસ્કારભારતી વિદ્યાલય)

ધગશને કારણે ૫૦૦માંથી ૪૭૯ માર્ક્સ આવ્યા

અભ્યાસ, રિવિઝનમાં ધગશ હોય તો જ વિદ્યાર્થી રેન્કર બની શકે એવું મારું માનવું છે. ધગશને કારણે જ મારા પણ ૫૦૦માંથી ૪૭૯ માર્ક્સ આવ્યા છે. ધોરણ-૧૨માં એ-૧ ગ્રેડ લાવવાનું પહેલેથી જ નક્કી કરી દીધું હતંુ. તે પ્રમાણે જ રિવિઝન સહિતની તૈયારીઓ કરી હતી. પિતા વિપુલભાઇ હીરા ઘસે છે. સફળતાનો શ્રેય હું પિતાને આપું છું. હવે કમ્પ્યુટર સાયન્સ કે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પ્રવેશ લેવો છે.

  • વોરા ભૂપેન (ટોપર, આશાદીપ વિદ્યાલય)

ધો-૧૦ના રિઝલ્ટ બાદ મનમાં ગાંઠ વાળી દીધી હતી

બોર્ડમાં એ-૧ ગ્રેડ દરેક વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીભર્યો પડાવ સાબિત થાય છે. ધોરણ-૧૦ના પરિણામ બાદ મનમાં ગાંઠ વાળી દીધી હતી કે, ધોરણ-૧૨માં એ-૧ ગ્રેડ લાવવો જ છે. તે પ્રમાણે પહેલેથી જ તૈયારી શરૃ કરી દીધી હતી. રિવિઝનમાં કોઇ કચાશ રાખી ન હતી. મારા પરિણામનો શ્રેય પિતા, પરિવાર અને શાળાને આપું છું. કારણ કે, મારા ઝળહળતા પરિણામ પાછળ તેઓનો અમૂલ્ય ફાળો છે.

- જોબનપુત્રા ફાલ્ગુની (રેન્કર, કૌશલ વિદ્યાલય)

વર્ષના આરંભથી જ રિવિઝન શરૃ કર્યુ હતું

વર્ષની શરૃઆતથી જ ટાઇમ મેનેજમેન્ટ સાથે રિવિઝનની શરૃઆત કરી દીધી હતી. ધોરણ-૧૦માં ૯૬.૧૬ ટકા આવ્યા બાદ ધોરણ-૧૨માં એ-૧ ગ્રેડ માટે પહેલેથી જ તૈયારી કરી દીધી હતી. જેને કારણે છેલ્લા બે મહિનામાં બર્ડનલેશ રિવિઝન કર્યુ હતુ. રોજના ૫થી ૬ કલાક જ વાચતો હતો. હવે આઇઆઇટી મુંબઇમાં પ્રવેશનો ટાર્ગેટ રાખ્યો છે. હમણાં જેઇઇ એડવાન્સની જોરશોરથી તૈયારી ચાલી રહી છે.

- ત્રિવેદી નીલ (ટોપર, ભૂલકાભવન)

વતનમાં ખેતીકામ કરતા પિતા મારા માટે પ્રેરણાદાયી

અમે મૂળ અમરેલીના જંગર ગામના વતની છે. મારા પિતા ચતુરભાઇ આજે પણ ગામમાં ખેતીકામ કરે છે. હું મારી માતા અને બાપાજી સાથે અહીં સુરતમાં રહું છું. અભ્યાસના આશયથી જ સુરત આવ્યા છીએ. જોકે, પિતાએ મહેનત કરવાની શીખ આપી હોય તેઓ મારા માટે પ્રેરણાદાયી છે. અહીં ભાડેથી રહીએ છીએ. શાળામાં ફી માફીને કારણે આર્િથક બોજ નડયો નથી. બોર્ડમાં એ-૧ ગ્રેડ આવ્યો છે.

- વસાણી તુષાર (રેન્કર, જયઅંબે સ્કૂલ)

ચારેય સેમ.માં મેથ્સમાં ૧૦૦ માર્ક્સ

મેથ્સ મારા માટે રસનો વિષય છે. ધોરણ-૧૧ની શરૃઆત સાથે જ મેથ્સમાં પૂરેપૂરી તૈયારી કરતો હતો. ચારેય સેમેસ્ટરમાં મેથ્સમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ આવ્યા છે. સેમેસ્ટર-૪માં માત્ર અંગ્રેજીમાં ૮૦ માર્ક્સ આવ્યા હોય પરિણામ પર અસર થઇ છે. પિતા નરેશભાઇ રત્નકલાકાર છે અને હવે કોમ્પ્યુટર સાયન્સ કરવાનો ગોલ છે. તે માટે સુરતની એસવીએનઆઇટીમાં પ્રવેશનો ટાર્ગેટ રાખ્યો છે.

- ચલોડિયા હીરેન (રેન્કર, આશાદીપ સ્કૂલ)

માતા-પિતાની માસિક આવક ૫૦૦૦, છતાં નંદની બની શાળાની ટોપર

'પરિશ્રમ એ જ પારસમણી' આ ઉક્તિને ચરિતાર્થ કરતા સુરતની નંદની ધો-૧૨ સાયન્સમાં સ્કૂલની ટોપર બની હતી. વરાછાની પી.પી.સવાણી શાળામાં ભણતી રાણા નંદનીના ૯૯.૯૬ પર્સેન્ટાઇલ સાથે એ-૧ ગ્રેડ આવ્યો હતો. નંદનીના બોર્ડમાં ૯૫ ટકા આવ્યા હતા. જોકે, તેના પરિવારની સ્થિતિ નબળી હોય અન્ય વિદ્યાર્થીઓ સામે નંદનીની સફળતા ઉદાહરણરૃપ સાબિત થઇ શકે એમ છે. નંદનીના પિતા મુકેશભાઇ અને માતા સુશીલાબેન જરીકામની ઘંટી પર કામ કરે છે. બન્નેની માસિક આવક માંડ ૫ હજાર રૃપિયા છે. તેઓ બેગમપુરા નિર્વાણ અખાડા પાસે આવેલા કેદાર કોમ્પ્લેક્સમાં એક બીએચકેના રૃમમાં રહે છે. નંદનીએ જણાવ્યું હતંુ કે, હું મહેનત કરીને જ એ-૧ ગ્રેડ લાવવામાં સફળ રહી છું. ગરીબ અને મધ્યમ વર્ગના અન્ય વિદ્યાર્થીઓએ પણ પરિવારની સ્થિતિ સામે હાર ન માનીને મહેનત કરે એ જરૃરી છે. પરીક્ષામાં કેમેસ્ટ્રીમાં ૩ માર્ક્સનું ન આવડયું હોવાનો રંજ રહી ગયો છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનું પરિણામ

જિલ્લો વિદ્યાર્થીઓ એ-૧ એ-૨ બી-૧ બી-૨ પરિણામ

સુરત ૧૬૩૫૦ ૧૮૮ ૧૧૭૫ ૧૯૩૮ ૨૬૧૭ ૮૬.૭૨%

વલસાડ ૫૭૯૬ ૩ ૭૦ ૧૮૪ ૪૨૦ ૬૩.૭૨%

નવસારી ૫૨૧૯ ૨૩ ૧૭૮ ૩૦૩ ૫૫૨ ૭૦.૫૭%

નર્મદા ૭૫૭ ૦ ૧ ૧૦ ૧૮ ૫૫.૭૫%

તાપી ૧૧૬૮ ૧ ૮ ૧૩ ૫૭ ૫૫.૭૪%

ડાંગ ૨૬૭ ૦ ૧ ૨ ૧૩ ૬૭.૪૨%

ભરૃચ ૩૮૪૯ ૨૨ ૧૫૬ ૨૭૨ ૪૦૧ ૭૫.૧૪%

સુરતનું પરિણામ શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી

સુરતમાંથી સૌથી વધુ રેન્કર્સનો સીલસીલો ચાલુ વર્ષે પણ અકબંધ રહ્યો છે. તેનો શ્રેય વિદ્યાર્થીઓને જાય છે અને સુરતનું પરિણામ શિક્ષણ જગત માટે પ્રેરણાદાયી સાબિત થાય એમ છે. આ સિવાય મને અંગતરીતે સુરત જીલ્લામાં ઉમરપાડામાં આવેલી જીલ્લાની એક માત્ર સરકારી સાયન્સ સ્કૂલના પરિણામમાં થયેલા સુધારાની પણ ખુશી છે. અહીં ૧૦૦ ટકા ટ્રાયબલ એરીયામાં સ્કૂલ આવી છે. જેનું ગત વર્ષે ૭૯ ટકા સામે ચાલુ વર્ષે ૮૬.૨૦ ટકા પરિણામ આવ્યું છે. તે શાળાના વિદ્યાર્થી-શિક્ષકોની મહેનતનો પરચો આપે છે.

- ડો.યુ.એન.રાઠોડ (શિક્ષણાધિકારી)

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Gujarat
Top