GujjuRocks

169k Followers

પીળા થઇ ગયેલા દાંતને સફેદ કરવાના સરળ ઉપાયો, ચમકવા લાગશે દાંત મોતીઓની જેમ, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

20 Nov 2019.6:17 PM

આપણા દાંત જેટલા સ્વચ્છ હશે આપણે એટલું જ સુંદર હસી શકીશું, લોકોને મળી શકીશું, સરળતાથી વાત કરી શકીશું કારણ કે પીળા અને દાગ ધબ્બા વાળા દાંત જોવા કોઈને નથી ગમતા અને જયારે આવા દાંત હોઈ ત્યારે આપણે ઇચ્છવા છતાં પણ પોતાનું મોઢું નથી ખોલી શકતા.

ચોખ્ખા દાંત એ સારી પર્સનાલિટીની નિશાની છે. પરંતુ ઘણા લોકોને દાંત પીળા પડી જવાની સમસ્યા રહેતી હોય છે. કોઈ વ્યસન જેવા કે તમાકુ, બીડી, સિગારેટ, શરાબ, સોપારીના કારણે દાંત પીળા થઇ જાય છે તો કેટલાક લોકોને વધુ પડતી ચોકલેટ ખાવાથી પણ આ સમસ્યા ઉદભવે છે. ઘણા લોકોનું શરીર એવું હોય છે કે એમને કોઈપણ વ્યસન ના હોવા છતાં પણ દાંતમાં પીળાશ આવવાની સમસ્યા રહેતી હોય છે.

તો દાંતમાં આવેલી આ પીળાશને દૂર કરવા માટે અમે તમારી માટે આજે કેટલાક ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છે જેનો ઉપયોગ તમે બ્રશ કરતા સમયે કે નવરાશના સમયે કરશો તો તમારા દાંતની પીળાશ દૂર થશે અને તે મોતીઓની જેમ ચમકવા પણ લાગશે.

તો ચાલો જાણીએ દાંતની પીળાશ દૂર કરવાના કેટલાક સરળ અને ઘરેલુ ઉપાય:

લીંબુ અને સિંધવ મીઠું:
લીંબુના છોતરામાં સિંધવ મીઠું ઉમેરી દાંત ઉપર ઘસવામાં આવે તો દાંત સફેદ બને છે. દાંત ઉપર રહેલી પીળાશ દૂર થાય છે કારણ કે લીંબુની અંદર વિટામિન સી રહેલું છે અને મીઠું ગંદકી સાફ કરે છે જેના કારણે થોડા જ દિવસમાં તમને ફર્ક જોવા મળશે.

હળદર:
અડધી ચમચી હળદરમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી બ્રશ દ્વારા કે આંગળીથી તે દાંત ઉપર ઘસવામાં આવે તો દાંતમાં રહેલી પીળાશ દૂર થાય છે. હળદરનો રંગ ભલે પીળો હોય પરંતુ દાંતને તે સફેદ બનાવે છે.

કેળું:
દાંતને સફેદ કરવા માટે કેળું પણ ખુબ જ ઉપયોગી છે કારણ કે કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેગઝીન વધારે પ્રમાણમાં હોય છે જે તમારા દાંતને સફેદની સાથે મજબૂત પણ બનાવે છે. તમારે માત્ર પાકા કેળાની છાલનો અંદરનો ભાગ લઈ બે કે ત્રણ મિનિટ સુધી પોતાના દાંત ઉપર ઘસવાનો છે. થોડા દિવસમાં જ ફર્ક તમને દેખાઈ આવશે.

નારિયેળનું તેલ:
નારિયેળ તેલના ઘણા ફાયદા છે. તેનો એક ફાયદો દાંત માટે પણ ખુબ જ ઉપયોગી છે. નારિયેળમાં રહેલું લોરિક એસિડ દાંત ઉપર જામી ગયેલઈ ક્ષારી દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળના એક ચમચી તેલને મોઢામાં 1-2 મિનિટ સુધી રાખી કોગળા કરી પછી બ્રશ કરવામાં આવે તો પણ દાંત જલ્દી સફેદ થઇ જશે.

સ્ટ્રોબેરી:
સ્ટ્રોબેરીમાં રહેલું વિટામિન-સી દાંતો ઉપર જામ થઇ ગયેલી ક્ષારીને દૂર કરવામાં મદદ કરે છે. આ ક્ષારી દાંતને પીળા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ રહેલું છે જે દાંત ઉપ્પર રહેલા દાગ-ધબ્બાને દૂર કરવામાં મદદ કરે છે અને દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે. એના માટે તમારે પાક્કી સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી થોડા દિવસ સુધી પોતાના દાંત ઉપર ઘસવાની રહેશે.

ખાવાનો સોડા અને મીઠું:
ખાવાનો સોડા જેને આપણે "ખારો" પણ કહીએ છીએ તેને એક ચમચી લઇ તેમાં થોડું મીઠું ઉમેરી પાણી નાખી અને પેસ્ટ બાનવી દાંત ઉપર લગાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે. આ પેસ્ટને 1 થી 2 મિનિટ સુધી દાંત ઉપર લગાવવાથી દાંત ઉપર રહેલી પીળાશ તેમજ દાગ ધબ્બા દૂર થાય છે.

લાકડાનો કોલસો:
અત્યારે બજારમાં કોલસા વાળી ટૂથપેસ્ટ પણ મળે છે જે દાંતને ચમકાવવાનું કામ કરે છે પરંતુ તમે પણ ઘરે ચુલ્હામાં રહેલા કોલસાને દાંત ઉપર લગાવશો તો દાંત મોતીઓની જેમ થોડા જ સમયમાં ચમકવા લાગશે. કોલસાનો ઝીણો ભુક્કો કરી આંગળીની મદદથી હળવા હાથે 1 કે 2 મિનિટ સુધી માલીસ કરવી. રોજ આ ઉપાય તમારા દાંતને સ્વચ્છ અને સાફ રાખી શકે છે.

Author: GujjuRocks Team

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GujjuRocks