Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
7 કિમી દૂરના વરસાદથી ભરાય છે ભાન્ડુનું તળાવ, ઓવરફ્લો થાય તો પણ ગામ સુરક્ષિત રહે છે

7 કિમી દૂરના વરસાદથી ભરાય છે ભાન્ડુનું તળાવ, ઓવરફ્લો થાય તો પણ ગામ સુરક્ષિત રહે છે

મહેસાણા, 05 ઓગસ્ટ (હિ.સ.)

વિસનગર પંથકના મહેસાણા-ઊંઝા હાઇવે પર આવેલું ભાન્ડુ ગામનું તળાવ તેની અનોખી જળવ્યવસ્થાને કારણે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંદાજે 30 એકર વિસ્તારમાં ફેલાયેલું અને 30 ફૂટ ઊંડું આ તળાવ ગામમાં નહીં, પરંતુ ગામથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલા સાતુસણા અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના પાણીથી ભરાય છે.

કુદરતી વહેણ મારફતે પાણી તળાવ સુધી પહોંચે છે.

તળાવ અને કુદરતી વહેણ વચ્ચે આવેલી સુજલામ સુફલામ કેનાલને કારણે વરસાદી પાણીનો પ્રવાહ અટકી ન જાય તે માટે ખાસ નહેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામે તળાવ સરળતાથી ભરાય છે. તળાવ ઓવરફ્લો થતાં વધારાનું પાણી પણ નિયંત્રિત રીતે નહેરમાં વહી જતાં ગામમાં પાણી ભરાવાની કે પૂરની સ્થિતિ સર્જાતી નથી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવના પાણીથી ગામના કુવાઓ અને બોરવેલમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે છે, જે પીવાના પાણી અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. દર વર્ષે તળાવમાં નવું નીર આવતાં ગ્રામજનો મોટી સંખ્યામાં તળાવની પાળે ભેગા થઈ પૂજા-અર્ચના અને વધામણાનો કાર્યક્રમ યોજે છે. શ્રીલંકાના નકશા જેવો આકાર ધરાવતું ભાન્ડુ તળાવ જળસંચય અને અસરકારક જળવ્યવસ્થાપનનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati