Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમદાવાદને રથયાત્રા પહેલા મળ્યા, નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત

અમદાવાદને રથયાત્રા પહેલા મળ્યા, નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત

અમદાવાદ,02 જુલાઇ (હિ.સ.) જી.એસ.મલિક ડીજીપી બન્યાના 25 દિવસે ખાલી પડેલી જગ્યા ભરાઈ અને અમદાવાદને રથયાત્રા પહેલા મળ્યા નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી

ખાલી પડેલી અમદાવાદ પોલીસ કમિશનરની મહત્વની જગ્યા પર 1997ની આઇપીએસ બેચના સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલો ની બદલી કરીને નિમણૂક કરવામાં આવી છે.

જોકે, ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થવાને કારણે, હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે, પરંતુ આ ખાલી પડેલી જગ્યા માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કે નિમણૂક કરવામાં આવી નથી.

અનુપમસિંહ ગેહલોત 1997ની બેંચના આઈપીએસ ઓફિસર છે. તેઓ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે રહ્યા ત્યાર પછી તેમની બદલી પાટણ થઈ હતી. જ્યાં તેઓ એસપી તરીકે રહ્યા હતા. પછી વડોદરા રેંજ આઈજી તરીકે નિમણુંક થઈ હતી. ત્યાર પછી રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થઈ હતી. ત્યારબાદ વડોદરા કમિશનર રહ્યા હતા. પછી તેમની બદલી આઈબીમાં કરાઇ હતી. આઈબીમાંથી તેમને વડોદરાના પોલીસ કમિશનર તરીકે બીજીવાર મુકાયા હતા. ત્યારબાદ સરકારે તેમની સુરતના પોલીસ કમિશનર તરીકે નિમણુંક કરી હતી. હવે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મૂકાયા છે.

છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના પોલીસ કમિશનરની ચર્ચા ચાલી રહી હતી, જેની વચ્ચે આજે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિમણૂક કરી દીધી છે. રાજ્યના પોલીસવાળા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા જી.એસ.મલિકની નિમણૂક કરવામાં આવી હતી. જે બાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો.

જોકે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. અનુપમસિંહ ગેહલોત રાજ્યના મુખ્ય શહેરો રાજકોટ, વડોદરા, સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા હતા. જેમાં અનુપમસિંહ ગેહલોત(સુરત CP), મનોજ શશીધરન(CBI), પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)નું નામ સામેલ હતા. જોકે, અંતે અનુપમસિંહના નામ પર આખરી મહોર મારવામાં આવી છે.

અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક પામેલા અનુપમસિંહ ગહેલોત વર્ષ 1997ની બેચના IPS અધિકારી છે. ઉત્તર પ્રદેશથી તેમણે B.E અને M.TECHનો અભ્યાસ કર્યો છે. અનુપમસિંહ ગહેલોત પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ રાજકોટ,સુરત અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati