Sunday, 24 Jan, 8.25 pm Hindusthan Samachar

ખાસ ખબર
અમેરિકા ના નવા રાષ્ટ્રપતિ ના શપથ ગ્રહણ સમરોહ માં 150 થી 200 ગાર્ડસ ને કોરોના ચેપ લાગ્યો

વોશિંગ્ટન/ નવી દિલ્હી, 24 જાન્યુઆરી ( હિ. સ.) અમેરિકામાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ જ છે. યુ.એસ. અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેનના શપથવિધિ માટે સુરક્ષામાં ભાગ લેનારા 150 અને 200 નેશનલ ગાર્ડને કોરોના ચેપ લાગ્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કેપિટલ પર ઘાતક હુમલો કરાયો હતો. તે જોતા તેમનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના કરવામાં આવ્યો હતો. જેમાં રેઝર તાર અને નેશનલ ગાર્ડ દ્વારા સંચાલિત ચેકપોઇન્ટ્સની તૈનાતી શામેલ છે.


"નેશનલ ગાર્ડ સૈનિકો માં સંક્ર્મીતો ની મોટી સંખ્યા મળી, કોરોના હકારાત્મકતા ની સંખ્યા વધી શકે છે, " સત્તાવાર નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ હતુ. કેમકે શહેરમાં તૈનાત 25,000 થી વધુ સૈનિકો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ગુરુવારે સતત બીજા કોવીડ-19 થી 4,000 કરતા વધુ લોકો માર્યા ગયા, જેના બાદ યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોનાથી મરવા વાળા લોકોની સંખ્યા 410,000 થઇ ગઈ છે.

નેશનલ ગાર્ડ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે કોરોના વાયરસ મામલે ચર્ચા નહી કરે, પરંતુ તે આ રોગ નિયંત્રણ અને તેના નિવારણ માટેની માર્ગદર્શિકાનુ પાલન કરી રહ્યા હતા. જેમાં ટેમ્પરેચર માપવાનો પણ સમાવેશ થાય છે. સેના એ કહ્યું છે કે, હજારો સૈનિકોના ઘરે પાછા ફરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી 10 દિવસમાં લગભગ 15,000 સૈનિકો વોશિંગ્ટનથી રવાના થાય તેવી સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / અજીત કુમાર તિવારી / હિતેશ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top