Dailyhunt

અંકલેશ્વર લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા 'વાર્ષિક સ્નેહ મિલન'નું ભવ્ય આયોજન થયું

અંકલેશ્વર અને પાનોલી ઈકાઈના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું સ્નેહમિલન

કાર્યક્રમમાં અશોક ગુજ્જર દ્વારા પ્રેરણાદાયક ઉદ્બોધન અપાયું હતું

ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અતિથિ બન્યા

ભરૂચ 06 એપ્રિલ (હિ.સ.) લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર તેમજ પાનોલી ઈકાઈ દ્વારા 2026નો 'વાર્ષિક સ્નેહ મિલન' કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્યોગ જગતના વિકાસ અને પરસ્પર સૌહાર્દ વધારવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સહકુટુંબ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જાણીતા વક્તા અશોક ગુજ્જર ખાસ ઉપસ્થિત રહી સભ્યોને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત-મહારાષ્ટ્ર-ગોવાના પ્રભારી ડૉ. બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ ઈશ્વર પટેલ, AIA ચેરમેન વિમલ જેઠવા,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ ,અંકલેશ્વર GPCBના RO એસ. એન. અગ્રવાત, ભરૂચ જિલ્લા FDCAના AC પ્રકાશ પુર્સનાણી તેમજ DIC ભરૂચના જનરલ મેનેજર હાર્દિક જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખો તેમજ નોટીફાઈડ બોર્ડના ચેરમેન પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે 'સ્વરૂચિ ભોજન'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડીયા, પાનોલીના પ્રમુખ આશિષ ગજેરા તેમજ બંને ઈકાઈના મહામંત્રીઓ અને હોદ્દેદારો જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati