Tuesday, 25 Jun, 4.30 am Hindusthan Samachar

ખાસ ખબર
ભારતીય બંધારણના ઇતિહાસમાં અને સત્તાના રાજકારણમાં કટોકટી એક મહત્વપૂર્ણ પ્રકરણ: ડૉ.વિષ્ણુભાઈ પંડ્યા

અમદાવાદ, 25 જૂન (હિ.સ.) ભારતીય લોકશાહી પર લાદવામાં આવેલી કટોકટીને હવે 44 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો મન-હૃદયમાં તે દિવસોની યાદ એવી જ તાજી છે, ખાસ કરીને મિસા જેલવાસી. એક મિસા જેલવાસી અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. વિષ્ણુભાઈ પંડ્યાએ કટોકટીના કિસ્સાઓ વિષે વાત કરતા જણાવ્યું કે ભારતીય બંધારણના ઇતિહાસમાં અને સત્તાના રાજકારણમાં 1975ના વર્ષનો 25-26 જૂનનો ઈતિહાસ એક મહત્વપૂર્ણ પ્રકરણ બની ગયો છે. ભારતના જાહેરજીવન માં કટોકટી લાદવામાં આવી એના ૨-૩ મહિના પહેલાથી હલચલ શરુ થઇ ગઈ હતી. 1974 માં, વિદ્યાર્થીઓએ ગુજરાતમાં નવનિર્માણ ચળવળ શરૂ કરી દીધી હતી. બિહારમાં, જયપ્રકાશ નારાયણ આંદોલન કરી રહ્યા હતા.
Top