Sunday, 24 Jan, 8.25 pm Hindusthan Samachar

ખાસ ખબર
ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ચિલીની રાષ્ટ્રીય વરિષ્ઠ ટીમને 2-0 થી હરાવી

સેન્ટિયાગો/ નવી દિલ્હી, 24 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે ચિલીની રાષ્ટ્રીય વરિષ્ઠ ટીમને 2-0 થી હરાવી, ચિલી પ્રવાસ પર તેમનો અણનમ અજેય ક્રમ જાળવી રાખ્યો છે.

શનિવારે રમાયેલી મેચમાં બંને ટીમો સારી રમી હતી, અને પ્રથમ ત્રણ ક્વાર્ટર્સમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. તેમાં કોઈને સફળતા મળી નથી.

મેચના બંને ગોલ અંતિમ ક્વાર્ટરમાં થયા હતા. અંતિમ ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે 1-0 થી લીડ મેળવી હતી અને ત્યારબાદ 56 મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર મેળવી, નિર્ણાયક ગોલ કરતા વિજય મેળવ્યો હતો.


હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top