Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભારત-શ્રીલંકાએ 35 કરોડ ડોલરની ઋણ સહાયતા પર કરારોની આપ-લે કરી

ભારત-શ્રીલંકાએ 35 કરોડ ડોલરની ઋણ સહાયતા પર કરારોની આપ-લે કરી

નવી દિલ્હી, 05 ઓગસ્ટ (હિ.સ.). શ્રીલંકાની એક દિવસની યાત્રા પર ગયેલા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ, બુધવારે રાજધાની કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે મુલાકાત કરી. બંને પક્ષોએ પરસ્પર હિતો સાથે સંકળાયેલા મુદ્દાઓ અને ભારતની સહાયતાથી શ્રીલંકામાં ચાલી રહેલી મુખ્ય વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી. આ દરમિયાન બંને દેશોએ 35 કરોડ અમેરિકી ડોલરની ભારતીય રૂપિયા મૂલ્યવર્ગ (આઈએનઆર) આધારિત ઋણ સહાયતા (લાઇન ઑફ ક્રેડિટ) સંબંધિત કરારોની પણ આપ-લે કરી.

શ્રીલંકામાં આવેલા ભારતીય ઉચ્ચાયોગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીની રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે થયેલી બેઠકમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા તથા ભારતની સહાયતાથી શ્રીલંકામાં ચાલી રહેલી મુખ્ય વિકાસ પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.

બેઠક પછી બંને પક્ષોએ 35 કરોડ અમેરિકી ડોલરની રૂપિયા આધારિત લાઇન ઑફ ક્રેડિટ સંબંધિત કરારોની આપ-લે કરી. આ ઋણ સહાયતા ભારત તરફથી ચક્રવાત 'દિત્વાહ' પછી શ્રીલંકાને આપવામાં આવેલા 45 કરોડ અમેરિકી ડોલરના પુનર્નિર્માણ સહાયતા પેકેજનો એક ભાગ છે.

આ ઋણ સહાયતા કરારોનો ઉપયોગ ચક્રવાત પછીના પુનર્નિર્માણ કાર્યો, માળખાકીય સુવિધાઓના વિકાસ અને આવશ્યક સામગ્રીની ખરીદી સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati