Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 358 રૂપિયા સુધી રહ્યા

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 358 રૂપિયા સુધી રહ્યા

ભાવનગર, 29 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જનસ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ફક્ત ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અહીંયા અલગ અલગ પાકનું વેચાણ કરવા માટે આવતા હોય છે ખાસ કરીને મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે આવક નોંધાતી હોય છે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડને ડુંગળીનું હબ પણ ગણવામાં આવે છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે 2362 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 68 રૂપિયાથી 358 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 13 રૂપિયાનો વધારો નોંધાયો છે આ સાથે જ આજે સફેદ ડુંગળીના 4940 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 161 રૂપિયાથી લઈને 308 રૂપિયા સુધી આજે રહ્યા હતા સફેદ ડુંગળીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 9 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં 47025 નગ નારીયલ નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 740 રૂપિયાથી લઈને 2834 રૂપિયા સુધી રહ્યા હતા.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી મગડી નો 1361 રૂપિયાથી લઈને 1688 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી મીનાક્ષી નવી નો ભાવ 1250 રૂપિયા થી લઈને 1621 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મગફળી ગિરનાર નો ભાવ 1311 રૂપિયા થી લઈને 1422 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી જી 20 નો ભાવ 1050 રૂપિયાથી 1572 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે આજે 3763 ગુણી મગફળીનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું.

જ્યારે આજે મહુવા માર્કેટીંગ યાર્ડમાં કપાસની 67 ગાસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 1075 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધી રહ્યા હતા.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાના 3022 કટ્ટા ની આવક નોંધાઈ હતી તેના ભાવ 451 રૂપિયાથી લઈને 531 રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ આજે તલ સફેદ નો ભાવ 1400 રૂપિયાથી લઈને 2274 રૂપિયા સુધી રહ્યો હતો ત્યારે તલ કાળા નો ભાવ 1600 રૂપિયાથી લઈને 3500 સુધી રહ્યો હતો આજે 1775 કટ્ટા તલની આવક નોંધાઈ હતી. સફેદ તલના ભાવમાં 126 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે તલ કાળા ના ભાવમાં રૂપિયાનો 70 વધારો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati