Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભાવનગરમાં જુગાર પર એલસીબીનો દરોડો: મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા, ચાર ફરાર

ભાવનગરમાં જુગાર પર એલસીબીનો દરોડો: મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા, ચાર ફરાર

ભાવનગર, 05 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર શહેરમાં જાહેર સ્થળે ચાલી રહેલી જુગારની પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ કાર્યવાહી હાથ ધરી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર આરોપીઓ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂ. 11,700 અને ગંજીપત્તાના 52 પત્તા સહિત કુલ રૂ.

11,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે વિમાના દવાખાના સામે ટોળકીનગર વિસ્તારમાં રેવાબેન મકવાણાના ઘરની બહાર સ્ટ્રીટ લાઈટના અજવાળામાં કેટલાક લોકો ગંજીપત્તાના પાનાં વડે હારજીતનો હાથકાપનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓમાં અશ્વિન અરવિંદભાઈ સોલંકી, અનિલ જીવરાજભાઈ મકવાણા અને વિપુલ ઉર્ફે ધોની શંકરભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. જ્યારે રાહુલ ઉર્ફે ગીટી રમેશભાઈ બારૈયા, વિનોદ ઉર્ફે બાદશાહ અને જરમન શરદભાઈ સોલંકી સહિત કુલ ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

આ સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર એલસીબી દ્વારા શહેરમાં અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ફરાર આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati