Wednesday, 03 Mar, 7.51 pm Hindusthan Samachar

ખાસ ખબર
બીબીસી લાઇવ કાર્યક્રમમાં મોદીની માતાનો અપમાનજનક ઉપયોગ, ભારતમાં ગુસ્સો

નવી દિલ્હી, 03 માર્ચ ( હિ.સ.) યુ.કે.ના રેડિયો પ્રસારણ સેવાએ બીબીસીના એક જીવંત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિશે અપમાનજનક શબ્દો વાપરવાના મામલે, ભારતમાં લોકોમાં રોષ ફેલાવ્યો છે અને સોશિયલ મીડિયા પર બીબીસીનો બહિષ્કાર કરવાની માંગ કરી રહી છે, અને તેના પર પ્રતિબંધ મુકવામાં માંગ કરવામાં આવી રહી છે.


એક શ્રોતાએ ખેડૂત આંદોલન વિશે બીબીસીના એશિયા નેટવર્ક પર પ્રસારિત થતા એક કાર્યક્રમમાં, વડા પ્રધાનની માતા વિશે આપત્તિજનક શબ્દો નો ઉપયોગ કર્યો હતો. શ્રોતાએ પોતાને સાઈમન કહી, સંભવત તેનુ સાચુ નામ છુપાવી રાખ્યુ હતુ. તેણે મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, અને તેની માતાને અપશબ્દો કહ્યા હતા. કાર્યક્રમની એન્કર પ્રિયા રાયએ, તે સમયે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ સાઈમનને ઠપકો આપ્યો ન હતો. બાદમાં બ્રિટનમાં ભારતીયોની એક સંસ્થા એ સોશિયલ મીડિયા પર આ વિવાદિત અંશો વાયરલ કર્યા હતા.

ગુરુવારે આ સંદર્ભે, ભારતમાં આ મુદ્દો ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર વિવિધ મંચ પર છવાયેલો રહ્યો. બીબીસીના એશિયા નેટવર્ક પછીથી તેનો કાર્યક્રમ સંપાદિત કરી અને તે વિવાદનો ભાગ દૂર કર્યો. તે જ સમયે તેણે તેનો ખેદ વ્યકત કર્યો.

ભારતમાં સોશિયલ મીડિયા પર સક્રિય કાર્યકરોએ, પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યુ કે, 'બીબીસીનો એકલો બહિષ્કાર કરવો તે પૂરતુ નથી, ભારતમાં તેની પ્રસારણ સંસ્થા પર પ્રતિબંધ મૂકવો જોઇએ.' લોકોએ એમ પણ જણાવ્યુ હતુ કે,' ચીનની સરકારે તાજેતરમાં જ બીબીસીની આવી હરકતો વિરુદ્ધ આ સંસ્થા પર પ્રતિબંધ લાદ્યો હતો.'

સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે, 'બીબીસી સહિતના વિદેશી મીડિયા, ખેડૂત આંદોલનને લઈને, મોદી સરકાર અને ભારત વિરુદ્ધ એક પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. બીબીસીએ તેના કાર્યક્રમોની બધી મર્યાદાઓ તોડી નાખી છે. જેના માટે તેને જવાબદાર ગણવો જોઇએ.'

હિન્દુસ્થાન સમાચાર / સુફલ / માધવી


Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati
Top