Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ચોતરા ગામે સાંસદ ભરત સુતરીયાની મુલાકાત, ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું સ્થળ નિરીક્ષણ

ચોતરા ગામે સાંસદ ભરત સુતરીયાની મુલાકાત, ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું કર્યું સ્થળ નિરીક્ષણ

Hindusthan Samachar 3 months ago

અમરેલી, 07 જુલાઈ (હિ.સ.) : રાજુલા તાલુકાના ચોતરા ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ ભરત સુતરીયાએ ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કરીને વરસાદના કારણે થયેલા નુકસાનની માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન સાંસદે સ્થાનિક ગ્રામજનો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી.

ભારે વરસાદને કારણે રસ્તાઓ, ખેતી અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પર થયેલી અસર અંગે માહિતી મેળવી હતી. સાથે જ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરીને રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને સમયસર સરકારી સહાય મળે, નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે અને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે તંત્ર સતત કાર્યરત છે. તેમણે અધિકારીઓને જનજીવન ઝડપથી પૂર્વવત્ બને તે માટે અસરકારક કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati