Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે મહેસાણામાં રક્તદાન શિબિર

દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે મહેસાણામાં રક્તદાન શિબિર

મહેસાણા, 27 ઑગસ્ટ (હિ.સ.) : બ્રહ્માકુમારીઝ મહેસાણા સેવાકેન્દ્ર દ્વારા દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ગોડલી પેલેસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જેસીસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં કુલ 92 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.

બ્રહ્માકુમારીઝ મહેસાણા ઉપક્ષેત્રના ડાયરેક્ટર રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીએ જણાવ્યું હતું કે, દાદી પ્રકાશમણીજીએ રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લાખો લોકોને વ્યસન, વિકારો અને તણાવમાંથી મુક્ત કરી જીવનમાં નવી દિશા આપી હતી.

તેમની પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝના સમાજ સેવા પ્રભાગ દ્વારા સમગ્ર ભારત અને નેપાળમાં રક્તદાન શિબિરો યોજાઈ રહી છે.

મહેસાણા જેસીસ બ્લડ બેંકના મેડિકલ ઓફિસર ડૉ. આર. એન. દાસે રક્તદાનને મહાદાન ગણાવી જણાવ્યું કે, ધન, કપડાં કે અન્નનું દાન બાહ્ય વસ્તુઓનું દાન છે, જ્યારે રક્તદાનમાં વ્યક્તિ પોતાના શરીરમાંથી રક્ત આપે છે.

સિનિયર રેડિયોલોજિસ્ટ ડૉ. વાય. ટી. પટેલે રક્તદાનને ઉમદા પ્રવૃત્તિ ગણાવી તેને ગુપ્તદાન અને મહાદાન સમાન ગણાવ્યું હતું. સિનિયર ગાયનેકોલોજિસ્ટ અને મહેસાણા વૃદ્ધાશ્રમના ચેરમેન ડૉ. પી. આર. પટેલે દાદી પ્રકાશમણીજી સાથેના સંસ્મરણો યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, રક્તનું એક ટીપું પણ કોઈ વ્યક્તિને નવું જીવન આપી શકે છે.

રક્તદાન શિબિરનો પ્રારંભ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, બ્રહ્માકુમારીઝના સભ્યો અને શહેરના નાગરિકોએ દાદી પ્રકાશમણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati