Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
દરેક વ્યક્તિએ પોતાની કાર્યયોજનાને પૂર્ણ ન થાય, ત્યાં સુધી ગુપ્ત રાખવી જોઈએઃ વડાપ્રધાન મોદી

દરેક વ્યક્તિએ પોતાની કાર્યયોજનાને પૂર્ણ ન થાય, ત્યાં સુધી ગુપ્ત રાખવી જોઈએઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, 01 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક્સ પર સુભાષિતમમાં વ્યક્તિએ પોતાની કાર્યયોજનાને પૂર્ણ થાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખવાના મહત્વને રેખાંકિત કર્યું.

વડાપ્રધાન મોદીએ સંસ્કૃતના એક શ્લોકમાં એક્સ પર લખ્યું,

'यस्य कृत्यं न जानन्ति मन्त्रं वा मन्त्रितं परे। कृतमेवास्य जानन्ति स वै पण्डित उच्यते॥'

જેનો અર્થ છે કે, જે વ્યક્તિના કાર્યો, યોજનાઓ, ગુપ્ત વિચારો અને વ્યૂહરચનાઓ વિશે અન્ય લોકોને ત્યાં સુધી જાણ ન હોય, જ્યાં સુધી તે સફળતાપૂર્વક પૂર્ણ ન થઈ જાય, એવા સંયમી, વિવેકી અને ગંભીર વ્યક્તિને જ ખરેખર બુદ્ધિમાન કહેવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati