Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ધારાસભ્ય મહેશ કસવાલાની જીરા સહિત વરસાદગ્રસ્ત ગામોની મુલાકાત, રાહત કામગીરી ઝડપી કરવા સૂચના

ધારાસભ્ય મહેશ કસવાલાની જીરા સહિત વરસાદગ્રસ્ત ગામોની મુલાકાત, રાહત કામગીરી ઝડપી કરવા સૂચના

અમરેલી, 07 જુલાઈ (હિ.સ.) : ભારે વરસાદથી પ્રભાવિત સાવરકુંડલા તાલુકાના જીરા સહિતના ગામોની ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ રૂબરૂ મુલાકાત લઈને અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરીને વરસાદથી થયેલા નુકસાન અને હાલની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન ધારાસભ્યએ સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે આગળ વધે, નુકસાનનું ઝડપથી સર્વેક્ષણ પૂર્ણ થાય અને અસરગ્રસ્ત પરિવારો સુધી સરકારી સહાય સમયસર પહોંચે તે માટે જરૂરી ચર્ચા કરીને અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે. જનજીવન ઝડપથી પૂર્વવત્ બને અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. તેમણે અધિકારીઓને તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી કામગીરીમાં ઝડપ લાવવા પણ જણાવ્યું હતું.

મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામજનો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હોવાનું પણ ધારાસભ્યએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati