
પાટણ, 02 જુલાઈ (હિ.સ.) પાટણ તાલુકાના આંબલીયાસણ ગામના વિપુલજી હલાજી પ્રભાતજી ઠાકોરે દીગડી ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તેઓ બપોરે ઘરેથી ધારપુર હોસ્પિટલમાં બેલેન્સ કરાવવા જવાનું કહીને નીકળ્યા હતા, પરંતુ બાદમાં દીગડી ગામે આ ઘટના બની હતી.
ઘટનાની જાણ થતાં મૃતકના ભાઈ કીર્તીજી હલાજી પ્રભાતજી ઠાકોરે બાલીસણા પોલીસને જાણ કરી હતી.
પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બાલીસણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. સમગ્ર ઘટનાના કારણોની તપાસ પોલીસ દ્વારા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

