
બોટાદ, 29 ઓગસ્ટ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા ઘટક ખાતે પોષણ અંગે જાગૃતિ વધારવાના હેતુથી પોષણ વાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત THR (Take Home Ration) તથા મિલેટ્સ આધારિત વિવિધ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પોષણના મહત્વ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ પ્રકારના મિલેટ્સ અને THRમાંથી તૈયાર કરવામાં આવેલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.
આ વાનગીઓ દ્વારા દૈનિક આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના આરોગ્ય તથા પોષણ માટે સંતુલિત આહાર કેટલો જરૂરી છે તે અંગે સમજ આપવામાં આવી હતી.
મિલેટ્સમાં રહેલા વિવિધ પોષક તત્વો આરોગ્ય માટે ઉપયોગી હોવાથી તેના દૈનિક આહારમાં સમાવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ THRમાંથી સરળતાથી બનાવી શકાય તેવી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવતા ઉપસ્થિતોમાં પણ રસ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં PO મેડમ, DC-PSE તથા CDPO સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રદર્શિત વાનગીઓનું નિરીક્ષણ કરી પોષણયુક્ત આહારના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ ઉપલબ્ધ પોષણ સામગ્રીનો યોગ્ય રીતે ઉપયોગ કરી સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ તૈયાર કરવા માટે પ્રેરણા આપવાનો રહ્યો હતો. આવા કાર્યક્રમો મારફતે પોષણ અભિયાનને વધુ વેગ મળે અને કુપોષણ સામે અસરકારક કામગીરી થઈ શકે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

