
નવસારી, 25 જુલાઈ (હિ.સ.): તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારની જોગવાઈ મુજબ કેશ ડોલ્સ સહાય સમયસર મળી રહે તે માટે ગણદેવી નગરપાલિકા દ્વારા કેશ ડોલ્સ સર્વેની કામગીરી કાર્યરત છે.
ગણદેવી નગરપાલિકાની વિવિધ સર્વે ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘર-ઘર જઈને જરૂરી વિગતો એકત્ર કરી રહી છે.
સર્વે દરમિયાન અસરગ્રસ્ત ની ઓળખ, નુકસાનની સ્થિતિ તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી વહેલી તકે સહાય મળી શકે.
ગણદેવી નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સર્વે દરમિયાન જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા તેમજ સર્વે ટીમને સંપૂર્ણ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સર્વે પૂર્ણ થયા બાદ સરકારની માર્ગદર્શિકા મુજબ પાત્ર લાભાર્થીઓને કેશ ડોલ્સ સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં
આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

