
ભાવનગર, 29 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં અને રોકડ રૂ.63,900 મળી કુલ રૂ.63,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન બાતમી મળી હતી કે ઘેટી ગામની વીરડીયા શેરીમાં બુધાભાઇ ધરમશીભાઇ ચાવડાના મકાનની બહાર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો પૈસા તથા ગંજીપત્તાના પાનાં વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જુગાર રમતા નવ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં પરેશભાઇ કુરજીભાઇ ખેરાણા, હરેશભાઇ જીણાભાઇ ચૌહાણ, નિર્મળભાઇ તુલશીભાઇ ચૌહાણ, સતીષભાઇ હિરાભાઇ ચાવડા, કાળુભાઇ લવજીભાઇ ગુજરાતી, પ્રવિણભાઇ કાનજીભાઇ લાઠીયા, પોપટભાઇ બાબુભાઇ લાઠીયા, અજયભાઇ દામજીભાઇ ચાવડા અને બુધાભાઇ ધરમશીભાઇ ચાવડાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં, જેની કિંમત રૂ.0 દર્શાવવામાં આવી છે, તેમજ રૂ.63,900 રોકડ કબજે કરી હતી. આ અંગે તમામ નવ ઇસમો વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

