
ગીર સોમનાથ 2 જુલાઈ (હિ.સ.) ગીરસોમનાથ જીલ્લો હવે સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદીર, માછલીનો કરોડોનો વેપાર ,મોટા ઉદ્યોગ સાથે તો જગ વિખ્યાત છે જ પરંતુ સૌ પ્રથમ વખત હવે, ગીરસોમનાથ જીલ્લાની ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે અને તે પણ અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મા ક્યારેય ન જોઇ હોય તેવી.
જેમા થ્રિલર, સસ્પેન્સ, ઇમોશનલ, એક્શન સહીત અનેક બીજુપણ ઘણુ બધુ છે અને સાથે જ ગીરસોમનાથ જીલ્લાની પ્રથમ ફિલ્મ ના કલાકારો પણ વેરાવળના જ જોવા મળશે.
વેરાવળ,ગીર,સોમનાથ સહીત અનેક વિસ્તારોમા ફિલ્મનુ શુટીંગ ચાલી રહ્યુ છે. વેરાવળમા આ ફિલ્મ વહેમ નુ પ્રથમ પોસ્ટર લોન્ચિંગનો ભવ્ય કાયઁક્રમ રાખવામા આવ્યો હતો. જેમા તમામ કલાકારો, ડાયરેક્ટર, લેખક, ગાયક સહીતની પ્રેરક ઉપસ્થિતી જોવા મળી હતી. માત્ર પોસ્ટર બહાર પડતા જ લોકો ફિલ્મને જોવા આતુર બન્યા છે.
આ ફિલ્મમા, વેરાવળના અશોક રાઠોડ ( ડાયરેક્ટર) છે. તુષાર જેઠવા ( હીરો, ગુજરાતી ફિલ્મ ), કાજલ આંજણી ( હીરોઇન ગુજરાતી ફિલ્મ), ચેતન મકવાણા ( રાઇટર, ગુજરાતી ફિલ્મ), તેમજ અનીલ રાઠોડ, સહીત અનેક કલાકારો ની ઉપસ્થિતી રહી હતી.
આ ગુજરાતી ફિલ્મ વહેમ એક સાયકોલોજીકલ ફિલ્મ બનશે. તણાવભરી આ જીંદગી માં, મહીલાઓ પર જે તણાવ આવે છે અને તે કઇ રીતે જીવવુ, જીવનને કઈ રીતે બેલેન્સ કરીને જીવવુ, સસ્પેન્સ, થ્રિલર, એકશન સહીત અનેક પહેલુઓ આ ફિલ્મ મા જોવા મળશે. આ પોસ્ટર લોન્ચિંગ કાયઁક્રમમા પૂર્વ નગરસેવક વિરેન્દ્ર ચુડાસમા, સામતભાઇ રાઠોડ ,વિજયભાઈ રાઠોડ, દિપકભાઇ, પત્રકાર સંઘના પ્રમુખ મિતેષ પરમાર સહીત, અગ્રણીઓની પણ ઉપસ્થિતી રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

