Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
હણોલની ડૉ. મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમીના ત્રણ ખેલાડીઓની ભાવનગર રૂરલ ટીમમાં પસંદગી

હણોલની ડૉ. મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમીના ત્રણ ખેલાડીઓની ભાવનગર રૂરલ ટીમમાં પસંદગી

ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામ ખાતે આવેલી ડૉ. મનસુખ માંડવિયા ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહેલા ત્રણ પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોની ભાવનગર રૂરલ ટીમમાં પસંદગી થતાં હણોલ સહિત સમગ્ર પાલીતાણા તાલુકામાં ગૌરવની લાગણી છવાઈ છે. અભ્યાસની સાથે નિયમિત તાલીમ અને સખત મહેનતના પરિણામે ત્રણેય ખેલાડીઓએ ટીમમાં સ્થાન મેળવ્યું છે.

આ ખેલાડીઓમાં ધોરણ-11માં અભ્યાસ કરતા કુશાંગ ચોસલાનો સમાવેશ થાય છે. કુશાંગ દરરોજ ચારથી પાંચ કલાક ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે અને લેગ સ્પિન બોલર તરીકે આગવી ઓળખ બનાવી રહ્યા છે. તેમના પિતા લસ્સીની દુકાન ચલાવે છે. અગાઉ પણ ભાવનગર ટીમમાં પસંદગી પામ્યા બાદ સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન મેળવી ચૂકેલા કુશાંગને આ વખતે ભાવનગર રૂરલ ટીમની કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે.

ધોરણ-10માં અભ્યાસ કરતા પાલડીયા બળદેવ પેસ બોલર તરીકે તાલીમ લઈ રહ્યા છે. તેમના પિતા રત્નકલાકાર છે. બળદેવ દરરોજ પાંચથી છ કલાક પ્રેક્ટિસ સાથે ફિટનેસ અને ડાયટ પર પણ ખાસ ધ્યાન આપે છે. તેમની મહેનતના પરિણામે ભાવનગર રૂરલ ટીમમાં પસંદગી થઈ છે.

ધોરણ-9માં અભ્યાસ કરતા નક્ષ મકવાણાની પણ ટીમમાં પસંદગી થઈ છે. નક્ષ ડાબા હાથના લેગ સ્પિનર તરીકે તાલીમ લઈ દરરોજ ચારથી પાંચ કલાક પ્રેક્ટિસ કરે છે.

ગ્રામ્ય વિસ્તારની એકેડમીમાંથી ત્રણ ખેલાડીઓની એકસાથે પસંદગી થવી મોટી સિદ્ધિ છે. પરિવારનો સહયોગ, કોચનું માર્ગદર્શન અને ખેલાડીઓની સતત મહેનતથી આ સફળતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati