Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઈરાનમાં ખામેનેઇના શબપેટી પર લાલ ધ્વજ મૂકવામાં આવ્યો, નવા આઈઆરજીસી કમાન્ડર અહમદ વાહિદી પ્રથમ વખત જોવા મળ્યા

ઈરાનમાં ખામેનેઇના શબપેટી પર લાલ ધ્વજ મૂકવામાં આવ્યો, નવા આઈઆરજીસી કમાન્ડર અહમદ વાહિદી પ્રથમ વખત જોવા મળ્યા

Hindusthan Samachar 3 months ago

તેહરાન, નવી દિલ્હી, 3 જુલાઈ (હિ.સ.). આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત સૈન્ય અભિયાનમાં માર્યા ગયેલા દેશના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇ ના અંતિમ સંસ્કાર ઈરાનમાં શરૂ થઈ ગયા છે. ખામેનીના શબપેટી પાસે એક વિશેષ લાલ ધ્વજ મૂકવામાં આવ્યો છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) ના નવા કમાન્ડર બ્રિગેડિયર જનરલ અહમદ વાહિદીએ દિવંગત નેતાના અંતિમ સંસ્કાર કાર્યક્રમની શરૂઆત પહેલા તેમની પ્રથમ જાહેર હાજરી આપી હતી.

અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે ,આઈ.આર.જી.સી. ના કમાન્ડર અહમદ વાહિદી અમેરિકા સાથેના યુદ્ધ પછી પ્રથમ વખત જાહેરમાં દેખાયા હતા. તેઓ તેમના અંતિમ સંસ્કારની શોભાયાત્રા (જે 4 જુલાઈથી શરૂ થશે) પહેલા રાત્રે અયાતુલ્લા ખામેનેઇના શબપેટી પાસે જોવા મળ્યા હતા. અયાતુલ્લા અલી ખામેનેઇનું પાર્થિવ શરીર તેહરાનમાં હુસૈની ઇમામ ખોમેની ખાતે વિદાય સમારોહ માટે પહોંચ્યું છે. હુસૈની ઇમામ ખોમૈની તેહરાનમાં સ્થિત એક મુખ્ય ધાર્મિક અને રાજકીય મેળાવડાનું સ્થળ છે. અલી ખામેનેઇએ ત્રણ દાયકાથી વધુ સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું છે.

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નવા વડા બ્રિગેડિયર જનરલ અહમદ વાહિદીએ પૂર્વવર્તી મોહમ્મદ પાકપોરનું સ્થાન લીધું હતું. ઈરાન પરના પ્રારંભિક યુએસ-ઇઝરાયેલી હુમલામાં પાકપોરનું મોત થયું હતું. વાહિદીએ ગુરુવારે રાત્રે ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા ખામેનીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.

1970 ના દાયકાના અંતમાં તેની શરૂઆતથી જ આઈ.આર.જી.સી. સાથે સંકળાયેલા વહિદી 1980 ના દાયકામાં ગુપ્તચર અને લશ્કરી વિભાગોમાં મુખ્ય ભૂમિકાઓ સંભાળીને ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા હતા. તેમણે 1988 થી 1997 સુધી કુદ્સ દળનું નેતૃત્વ કર્યું હતું. બાદમાં વાહિદીએ આ ભૂમિકા ઈરાનના પ્રખ્યાત કમાન્ડર કાસિમ સુલેમાનીને સોંપી હતી. સુલેમાની 2020માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવેલા હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

ડિસેમ્બર 2025માં સર્વોચ્ચ નેતા ખામેનેઇએ વાહિદીને આઈ.આર.જી.સી. ના નાયબ વડા તરીકે નિયુક્ત કર્યા હતા. વાહિદીએ વરિષ્ઠ રાજકીય ભૂમિકાઓ પણ નિભાવી છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહેમદીનેજાદ હેઠળ સંરક્ષણ મંત્રી તરીકે અને પછી દિવંગત રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસી હેઠળ આંતરિક મંત્રી તરીકે સેવા આપી હતી.

ઇમામ રઝા મંદિરનો વિશેષ લાલ ધ્વજ સ્વર્ગીય સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇના શબપેટી પર મૂકવામાં આવ્યો છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં મધ્ય પૂર્વીય અને ઇસ્લામિક રાજકારણના સહયોગી પ્રોફેસર નાદર હાશ્મી માને છે કે લાલ ધ્વજ હુસૈન ઇબ્ન અલીના બલિદાનનું પ્રતીક છે. હુસૈન ઇબ્ન અલી પયગંબર મુહમ્મદના પૌત્ર છે.

તે કરબલાના યુદ્ધમાં માર્યા ગયા હતા. હાશ્મીએ કહ્યું, કરબલાના યુદ્ધમાં તેમનું મૃત્યુ અને શહાદત શિયા મુસ્લિમો માટે એક મહત્વપૂર્ણ નૈતિક સંદર્ભ બિંદુ છે. એટલા માટે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અમેરિકન અને ઇઝરાયેલી હુમલામાં તેના સર્વોચ્ચ નેતાના મૃત્યુની સરખામણી તેની સાથે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

હિન્દુસ્થાન સમાચાર /મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati