Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર : GIDCના પ્લોટ ધારકો માટે મોટી રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત આપતી એમ્નેસ્ટી સ્કીમની જાહેરાત

જામનગર : GIDCના પ્લોટ ધારકો માટે મોટી રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત આપતી એમ્નેસ્ટી સ્કીમની જાહેરાત

જામનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના પ્રતિનિધિ મંડળની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી બેઠકમાં જામનગર ચેમ્બર દ્વારા GIDCના પ્લોટ ધારકોના પડતર પ્રશ્નો અને સ્ટેમ્પ ડ્યુટી અંગે કરાયેલી રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકારે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ને વેગ આપવા GIDCના પ્લોટ ધારકો માટે ખાસ એમ્નેસ્ટી સ્કીમ જાહેર કરી છે.

આ બેઠકનું સફળ સંચાલન ગુજરાત ચેમ્બરના માનદ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું.

જામનગર ચેમ્બરના પ્રમુખ રમણીક અકબરી, ઉપપ્રમુખ અજેશ પટેલ અને માનદ મંત્રી કૃણાલ શેઠની આગેવાનીમાં રજૂ કરાયેલા પ્રશ્નની ગંભીરતા સમજીને મુખ્યમંત્રીએ આ વ્યવહારુ નિર્ણય લીધો છે. નવી સ્કીમ હેઠળ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત આપવામાં આવશે અને માત્ર 20 ટકા ડ્યુટી તથા લાગુ પેનલ્ટી વસૂલાશે, જોકે કુલ વસૂલાત મૂળ ડ્યુટી કરતાં ઓછી ન રહે તેવી જોગવાઈ રખાઈ છે.

માન્ય ઉદ્યમ સર્ટિફિકેટ ધરાવતા MSME એકમોને 30 જૂન,2025 સુધી થયેલા એલોટમેન્ટ લેટર, ભાડાપટ્ટા અને તબદીલી સંબંધિત વ્યવહારોમાં કાયદેસરની નોંધણી કરાવ્યેથી આ લાભ મળશે. કોર્ટ કે અપીલમાં પેન્ડિંગ કેસો પણ શરતોને આધીન કવર થશે. જામનગર ચેમ્બરે આ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો આભાર માની ઉદ્યોગકારોને GIDC ઑફિસનો સંપર્ક કરી સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati