Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જામનગર જિલ્લાના જોડિયામાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો

જામનગર જિલ્લાના જોડિયામાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો

જામનગર, 04 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. ફરજ પરના સરકારી અધિકારી સાથે ઝપાઝપી કરીને તેમની કામગીરીમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેરકાયદે રેતી ખનનની બાતમી મળતા ખાણ-ખનીજ વિભાગની ટીમ જોડિયા પંથકમાં તપાસ અને કાર્યવાહી માટે પહોંચી હતી.

આ દરમિયાન સ્થળ પર હાજર કેટલાક અજાણ્યા શખ્સોએ સરકારી અધિકારીઓ સાથે બબાલ કરી હતી. તેમજ એક શખસે પથ્થરથી પણ હુમલો કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ જોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ, સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ, હુમલો અને અન્ય સંબંધિત ગુનાઓ હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હુમલાખોરોને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે જોડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે રેતી ખનન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સરકારી અધિકારી પર થયેલા હુમલાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati